તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એશિયાની સુપ્રસિદ્ધ ફ્લેમિંગો સીટી કચ્છના મોટા રણ વિસ્તારમાં આવેલી છે,જ્યાં ચાલુ વર્ષે સુરખાબનું સફળ પ્રજનન થયું છે અને 2 લાખ જેટલા બચ્ચાઓ ઉછરી વન્યજગતને ભેટ મળી છે.મોટા રણમાં અને આંતરરાષ્ટ્રીય બોર્ડર વિસ્તારમાં આવેલ અંડાબેટથી ઓળખાતી ફ્લેમિંગો સિટીમાં ફૂલગુલાબી સુરખાબ કલશોર મચાવી પરત જશે.ચાલુ વર્ષે કોરોના મહામારી અને ખાસ કરીને બર્ડફલૂ વચ્ચે પણ સુરખાબે અહીં સફળ પ્રજનન કર્યું છે.
કચ્છના મુખ્ય વનસંરક્ષક અનિતા કર્ણએ ‘ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું કે,સુરખાબનગરીમાં સારા વરસાદના કારણે સારું બ્રીડીંગ થયું છે.અંદાજિત 3.5 લાખ જેટલા સુરખાબ અહીં નોંધાયા છે અને 2 લાખ જેટલા બચ્ચાઓ અંડાબેટમાં વનવિભાગની ટીમે નોંધ્યા હતા.સુરખાબનગરીની મુલાકાત સીસીએફ સાથે વનવિભાગના અધિકારીઓએ લીધી હતી અને સતત મોનિટર પણ કરી રહ્યા છે.જિલ્લામાં ચાલુવર્ષે કુલ 7.5 લાખ જેટલા સુરખાબ નોંધાયા છે.અત્રે નોંધનીય બાબત છે કે,છેલ્લે 2010માં મોટા પ્રમાણમાં સુરખાબનગરીની તસ્વીર સામે આવી હતી,2012માં વન્યધિકારીઓ અહીં પહોંચ્યા હતા અને ત્યારબાદ છેલ્લા 8 વર્ષમાં વનવિભાગના સ્ટાફ સહિત કોઈપણ વિષમ સ્થિતિના કારણે અહીં પહોંચી શક્યા ન હતા.
25 કિમી બોટિંગ, કાદવ અને પાણીમાં 250 કિમીની મુસાફરી કરી ખેંચી આ દુર્લભ તસવીર
સુરખાબનગરીની તસવીર ક્લિક કરવા ભાસ્કરના ફોટોગ્રાફર રોનક ગજ્જરે 25 કિલોમીટર બોટિંગ કર્યું હતું અને 250 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો.આ ઉપરાંત દલદલ અને પાણીમાં ચાલીને સુરખાબનગરીની દુર્લભ તસ્વીર ક્લિક કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.