તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:પશ્ચિમ કચ્છના નલિયા CHC પર રસીકરણની કામગીરી દરમિયાન સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નલિયા વિસ્તારના લોકો કોરોના રસી માટે ઉમડતા ભીડ જોવા મળી

પશ્ચિમ કચ્છના છેવાડાના નલિયા ખાતે આવેલા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આજ સવારથી કોરોના વિરુદ્ધની રસી મુકાવા માટે આવેલા લોકોના કારણે ભીડ જમા થતા, સોશિયલ ડિસ્ટન્સની અમલવારીમાં બેદરકારી દેખાઈ હતી. ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને કોરોના ગાઈડલાઈન અંગે કોઈજ સૂચના ન આપવામાં આવતા લોકોની ભીડ જમા થઈ હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. અને સરકારના રસીકરણ કાર્યમાંજ કોરોના નિયમોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યાનું જોવા મળ્યું હતું.

આ વિશે નલિયા આરોગ્ય વિભાગના કર્મચારી સાથે વાત કરતા તેમણે લોકોને વારંવાર કતારમાં રસી લેવા આવવાનું જણાવ્યું હતું. તેમ છતાં લોકો સમજદારી રાખતા ન હોવાથી થોડી વાર માટે ભીડ જેવું લાગ્યું હતું. પરંતુ બાદમાં કડક અમલવારી કરાવાઈ હોવાનું જણાવ્યું હતું. અલબત્ત કોરોના વિરુદ્ધ રસીકરણ કાર્યમાંજ કોરોના નિયમોના ધજાગરા ઉઠતા તંત્રની કાર્યવાહી પરજ સવાલ ઉભા થયાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...