તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપ:કચ્છમાં બે દિવસમાં 2થી વધુની તીવ્રતાના 3 સહિત પાંચ આંચકા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ભુજ-અંજાર હાઇવે પર રતનાલ પાસે પણ ધરા ધ્રુજી

કચ્છમાં હોળી-ધુળેટીના દિવસે આંચકાની રફતાર વધી હોય તેમ બે દિવસમાં બેથી વધુની તીવ્રતાના 3 સહિત પાંચ આંચકા સાથે ધરા ધ્રુજી હતી. હોળીના દિવસે રવિવારના રાત્રે 9.16 કલાકે દુધઇથી 12 કિ.મી.ના અંતરે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં 2.8ની તીવ્રતા સાથે આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ જવાહરનગરમાં નોંધાયું હતું. તો વળી ધુળેટીના દિવસે 10 કલાકમાં 2ની તીવ્રતાના 2 સહિત 4 હળવા કંપન આવ્યા હતા. તા.29-3ના ભચાઉથી 13 કિ.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં સવારે 5.47 કલાકે 1.9, 8.18 કલાકે રાપરથી 27 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં 1.2ની તીવ્રતાનો હળવો આંચકો આવ્યો હતો.

આ ઉપરાંત લાંબા સમય બાદ અંજારથી 13 કિ.મી.ના અંતરે ઉત્તર-પશ્ચિમ-ઉત્તર દિશામાં બપોરે 3.33 કલાકે 2.4ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી હતી, જેનું કેન્દ્રબિંદુ ભુજ અંજાર હાઇવે પર રતનાલ નજીક નોંધાયું હતું. સાંજે 4.5 કલાકે રાપરથી 25 કિ.મી. દુર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં 2.1ની તીવ્રતાના આંચકા સાથે ભૂ ભાગે સળવળાટ જોવા મળ્યો હતો. કચ્છમાં હોળીના દિવસે 1 અને ધુળેટીના દિને 4 સહિત 5 આંચકા નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો