તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ તાલુકાના ખાવડામાં આવેલા જુણા ગામે ગત 29 જુનના રેતી ચોરી રંગે હાથે પકડાતાં ખાવડા પોલીસ ટુકડી પર ટોળાએ કરેલા જીવલેણ હુમલાના કેસમાં રવિવારે રાત્રે એલસીબી અને ખાવડાની ટીમે જુણા ગામે ત્રાટકીને પિતા-પુત્ર સહિત પાંચ આરોપીઓની અટકાયત કરીને પાસા હેઠળ જિલ્લા બહારની જેલમાં ધકેલી દીધા છે. રાજ્યની ચુંટણીને અનુલક્ષી કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ એ હુતુંસર પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ખાવડા પોલીસની ટીમે જુણા ગામે ખાવડા પોલીસના પીએસઆઇ વાય.પી જાડેજા સહિત પાંચ જણાઓ પર ધોકા પથ્થરથી હુમલો કરનારા આરોપીઓ પૈકી પાંચ જણા વિરૂધ કચ્છ કલેકટર સમક્ષ પાસાની દરખાસ્ત મુકી હતી.
જે મંજુર થતાં એલસીબી ખાવડા પોલીસની વિવિધ ટીમો બનાવીને જુણા ગામે કોંબિંગ હાથ ધર્યું હતું જેમાં આરોપી સુલેમાન સાધક સામા અને તેનો પુત્ર સોહેબ સુલેમાન સમા, મીઠા મામદ્રીન સમા, સાલે હાસમ સમા, હસન હાસમ સાલે સમા, રહે તમામ જુણા ગામવાળાઓની અટકાયત કરીને પાસા તળે મધ્યસ્થ જેલ લાજપોર સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર જેલમાં ધકેલી દેવા તજવીજ હાથ ધરી છે.
50 મહિના પછી એક સાથે પાંચ શખ્સો પાસાના પાંજરે પુરાયા
2017ના ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી વેળાએ પશ્ચિમ કચ્છ પોલીસે જુદા જુદા ગામના પાંચ શખ્સોને પાસામાં ઝડપ્યા હતા. તે પછી 50 મહિના રહીને એક સામટા પાંચ ઇસમો સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું છે.એક જ ગામના પાંચ આરોપી પાસામાં પકડાયા હોય તેવો આ સંભવત પ્રથમ બનાવ હોવાનું જાણવા મળે છે.
પીએસઆઇ સહિત 5 પર હુમલો કરી સરકારી વાહનમાં કરાઇ હતી તોડફોડ
ગત જુન માસમાં રેતી ચોરી જતાં ટ્રેકટરને પોલીસે પકડ્યું હતું ત્યારે ટ્રેકટરનો માલિક સુલેમાન સાધક સમા તેમની સાથે મહિલાઓ સહિત અંદાજે 125 જેટલા લોકોએ પથ્થર મારો કરીને ખાવડા પીએસઆઇ વાય.પી.જાડેજાને માથા પર ધોકાનો ફટકો મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ કોન્સ્ટેબલ મહિપસિંહ વજુભા વાઘેલા, કોન્સ્ટેબલ માણેકભાઇ રાજીયાભાઇ ગઢવી ડ્રાઇવર કેશરભાઇ પટેલને પણ હુમલામાં ઘાયલ કર્યા હતા.
સરકારી વાહનમાં તોડફોડ કરી હાથમાં ઇજા પહોંચાડી હતી. ખાવડા પોલીસ પર જીવલેણ હુમલો કરનારા 100થી 125 જેટલા લોકો સામે નોંધાયો હતો. ગુનો જેમાં 36 લોકોના નામ જોગ ફરિયાદ થઇ હતી. જે પૈકી પોલીસે અગાઉ 65થી 70 શખ્સની અટકાયત કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.