તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કચ્છમાં મારા મારીના 4 બનાવોમાં બે મહિલા સહિત 5 જણને થઇ ઇજા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 9 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

કચ્છમાં એક જ દિવસમાં ભુજ શહેર, તાલુકાના ઢોરી, અબડાસા તાલુકાના નુંધાતડ અને રાપર તાલુકાના ખીરઇ ગામે બનેલા અલગ અલગ મારા મારીના બનાવોમાં બે મહિલા સહિત 5 જણાઓને ઇજા પહોંચી હતી. જ્યારે પોલીસ મથકોએ કુલ નવ વ્યક્તિઓ સામે ગુનાઓ દાખલ થયા હતા.

ભુજમાં ઘર ખાલી કરવા મુદે પરિવારના સભ્યો બાખડ્યા
ભુજના કેમ્પ એરિયામાં રહેતા અબ્દુલ અજીજ ઇસ્માઇલ સમેજાએ બીજા લગ્ન કરી લીધા હોઇ આગલી પત્નિ સમીબેન અબ્દુલ અજીજ સમેજાએ ઘરનો તમામ સામાન લઇ જતાં અબ્દુલભાઇએ પત્નિને ઘર ખાલી કરી નીકળી જવાની ધમકી આપી માર માર્યો હતો. જ્યારે અબ્દુલભાઇને તેમની પત્નિ અમીબેન અને પુત્ર અજીજે માર મારતાં દંપતિ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

નુંધાતડમાં જેસીબીના ધંધા મુદ્દે ભાઇઓ વચ્ચે ધારિયા-ધોકાથી ધિંગાણું: 3 ઘાયલ, 5 સામે ફરિયાદ
અબડાસા તાલુકાના નુંધાતડની સીમ વાડી પાસે જેસીબીના ધંધાર્થે મનદુખ રાખીને ભાઇઓ વચ્ચે ધોકા, લોખંડના પાઇપ અને ધારિયાથી મારા મારી થઇ હતી. જેમાં ગોપાલભાઇ મુળજીભાઇ મહેશ્વરીએ કરણસિંહ સજુભા સોઢા, મહોબતસિંહ સજુભા સોઢા, ભરતસિંહ સજુભા સોઢા વિરૂધ કોઠારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં આરોપીઓએ દિગ્વીજયસિંહ સાથે જેસીબીના ધંધાનું મનદુખ રાખીને ફરિયાદીને માથાના ભાગે લોખંડનો લાકડાના ધાકાથી માર મારી તેમજ દિગ્વીજયસિંહને શરીરના ભાગે ઇજા પહોંચાડી હતી. તો, પ્રતિ ફરિયાદમાં મહોબતસિંહ સતુભા સોઢાએ તેના ભાઇ દિગ્વીજયસિંહ સતુભા સોઢા અને ગોપાલ મુળજી મહેશ્વરી મહેશ્વરી વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જેસીબીના ધંધાના મનદેખે આરોપીઓએ ફરિયાદી અને શ્રવણસિંહને ધારિયા ધોકાથી માર મારી ઇજા પહોંચાડી હતી. કોઠારા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ખીરઇમાં મોબાઇલ લગાડવાની બાબતે વૃધ્ધને લોખંડની રાપ મરાઇ
રાપર તાલુકાના ખીરઇ ખાતે રહેતા અને ખેતીકામ કરતા 72 વર્ષીય મેઘાભાઇ રત્નાભાઇ હાંઢા ખીરઇના મથુરાનગરીમાં ગામના જ પ્રવિણસિંહ ભાનસંગજી જાડેજાને તેમની વાડીએ કામ કરતા ભીખાભાઇ પેથાભાઇ મેઘવાળને ફોન કરવાનો હોઇ પ્રવિણસિંહ ને ફોન લગાવી આપવાનું કહેતાં પ્રવિણસિંહે તું તારા ફોન ઉપરથી લગાડી લે કહેતાં તેમણે મને ફોન લગાડતા આવડતું ન હોવાનું જણાવ્યું હતું.

પ્રવિણસિંહે લોક ખોલી ફોન લગાડ્યા બાદ રત્નાભાઇએ વાત કરી ફોન કટ કરતાં ઉશ્કેરાયેલા પ્રવિણસિંહે ફોન કટ કેમ કર્યો મારે વાત કરવી હતી કહી ગાળો આપી લોખંડની રાપ વડે આ વાતનું મનદુ:ખ રાખી મારતાં હાથ વચ્ચે રાખતાં હાથમાં આઠ ટાંકા આવ્યા હતા. પોલીસે તેમણે કરેલી ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઢોરીમાં દિયરે ભાભીને ધોકાથી માર્યો માર
ભુજના ઢોરી ગામે રહેતા હુરબાઇ લતિફ ખલિફા તેમના દિયર અસલમ અલીમામદ ખલિફાએ ધોકાથી માર મારતાં સારવાર માટે જી.કે જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ધાયલના પતિ લતિફ અલીમામદ ખલિફાએ નાના ભાઇ અસલમ વિરૂધ એમએલસી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...