રજૂઆત:કચ્છના પાંચ માલધારીઓ મહારાષ્ટ્રમાં પશુ કાયદા હેઠળ ખોટી રીતે અટકાયતમાં

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના ઊંટપાલકોને મૂક્ત કરવા માલધારી સંગઠન દ્વારા વિવિધ સ્તરે રજૂઆત કરાઈ
  • સાંસદ, કલેક્ટરને રૂબરૂ મળી દરમિયાનગીરી કરવા માંગ
  • સ્વૈચ્છીક સંસ્થાઓની પણ મદદ મંગાઇ

તાજેતરમાં કચ્છથી પોતાના ઊંટ સાથે પગે ચાલીને મહારાષ્ટ્ર ગયેલા પાંચ માલધારીઅો છેલ્લા એક અઠવાડીયાથી મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના તલેગાંવ ઘાણામાં જેલમાં અટકાયત હેઠળ છે. ત્યારે અા નિર્દોષ કચ્છના ઊંટપાલકોને મૂક્ત કરવા ઊંટ માલધારી સંગઠન દ્વારા વિવિધ સ્તરે રજુઆત કરાઈ છે.

આ ઊંટ રાજસ્થાનથી હૈદ્રાબાદ કતલ કરવાના ઇરાદે લઈ જઈ રહ્યા છે, તેવી શંકાના આધારે તેમની ઘરપકડ કરી પશુ ક્રુરતા નિવારણ કાયદાની જોગવાઇઓને આધારે તેમની સામે ફોજદારી કરીયાદ દાખલ કરાઈ છે. વાસ્તવમાં કચ્છના ઢેબરીયા અને વાગડીય રબારીઓના આશરે 7 હજાર જેટલા પરિવારો કચ્છથી સ્થાળાંતર કરીને મહારાષ્ટ્રમાં વિવિધ જિલ્લાઓમાં ઘેટાં-બકરા ચરાવે છે. તેઓ મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢ અને અન્ય પ્રદેશ સુધી સ્થાળાંતર કરે છે. સ્થાળાંતર માટે પોતાના ઘરનો સામાન અને ઘેટાં-બકરાના બચ્ચાઓને ઊંચકવા માટે કચ્છના ઊંટનો ઉપયોગ કરે છે.

આ માલધારીઓ સ્વયં ઊટનો ઉછેર કરતા હોઇ અને મહારાષ્ટ્રમાં માલધારીને પોતાના જીવન નિર્વાહ માટે નર ઊંટનો વેચાણ કરતા હોઈ, માત્ર શંકાના આધારે તેમની ધરપકડ થઈ છે. જે બાબત ધ્યાને રાખી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છના સાંસદને માલધારીઓને છોડાવવા મદદ કરવા માટે રજુઆત કરવામાં આવી છે. અખિલ કચ્છ રબારી સમાજના પ્રમુખ હીરાભાઈ રબારી, માલધારી અગ્રણી જેમલભાઇ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય મશરૂભાઇ રીણાભાઇ રબારી, ખાંબાભાઈ નાથા રબારી, ગોકુલભાઈ રબારી વગેરેઅે સાંસદ તેમજ કલેક્ટરને રૂબરૂ મળીને રજુઆત કરી હતી. આ બાબતે સહજીવન સંસ્થાના મહેન્દ્ર ભાનાણી, રમેશ ભટ્ટી દ્વારા ઊંટ માલધારી સંગઠનને જરૂરી મદદ કરવામાં આવી રહી છે.

પાંચ માલધારીઓની કરાઇ છે ખોટી અટકાયત
કચ્છના વરનોરા ગામના પ્રભા રાણા રબારી, જગા હીરા રબારી, સામજીયારા ગામના વિશાભાઈ રબારી, ટપ્પર ગામના વેરશી રાણા રબારી અને ખીરસરા ગામના મુસા હમીદ જત આ પાંચ માલધારીઓ પોતાના નર ઊંટ સાથે જઈ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...