પાકિસ્તાનની કાળી કરતૂત:અપહરણ થયેલી પાંચ બોટ, 30 માછીમાર પોરબંદર-માંગરોળના

નારાયણ સરોવર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે પાકિસ્તાન મરીને અપહરણ કર્યું હતું
  • પાકિસ્તાનની એક જ શીપ હોવાથી વધુ બોટનું અપહરણ કરી ન શકી

શનિવારના પાકિસ્તાન મરીન સિક્યુરિટીની ટીમે અપહરણ કરી ગયેલી ભારતીય માછીમારોની પાંચ બોટ પોરબંદર, માંગરોળ અને વણાકવારા વિસ્તારની છે તેમજ તેમાં 30 જેટલા માછીમાર હોવાનું જાણવા મળ્યું છે.આ પાંચેય બોટનું અપહરણ પી.એમ.સી.એ એક જ શીપ કરી ગઇ હતી. પી.એમ.સી.ના જવાનો હથિયારના જોરે માછીમારોને લઇ ગયા હતા.

અપહરણના સમયે ભારતીય માછીમારોની ઘણી બધી બોટો હતી પણ પી.એમ.સી.ની એક જ શિપ હોતા વધારે માણસો અને બોટોનો અપહરણ કરી શકયા ન હતા. પી.એમ.સી. પાસે નાની-મોટી ઘણી બોટો છે, તે વધારે બોટો જખૌના આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે હોય છે. પોરબંદર આંતરરાષ્ટ્રીય જળસિમા પાસે પી.એમ.સી. મોટી બોટોનો કાફલો જતો નથી. શનિવારના અપહરણની મોટી ઘટના બનતા રહી ગઇ હતી.

હરામીનાળા પાસેથી 6 અને 11 પાકિસ્તાની બોટ પકડાયા બાદ કચ્છ સિમા સામેપાર પી.એમ.સી.એ પેટ્રોલિંગ વધાર્યો છે. જખૌના આઇ.એમ.બી.એલ.થી પાકિસ્તાન હદની ક્રિકો સુધી પીએમસીની બોટો કાફલા સાથે પેટ્રોલિંગ કરતી નજરે પડી રહી છે. સુત્રોએ કહ્યું હતું કે, પાકિસ્તાનના સામેપાર માછીમારોમાં ઘણા બધા પી.એમ.સી.ના સોર્સ છે. હાલ પીએમસી સતત પોતાના સોર્સના સંપર્કમાં રહે છે. કચ્છ જળસિમા અંદરની મુવમેન્ટ અને પોતાના માછીમારો કયાં કયાં જાય છે તે માહિતી તેમના દ્વારા સતત મેળવવાની ફિરાકમાં જ હોય છે.

અન્ય સમાચારો પણ છે...