સહાય:ક્રાંતિતીર્થથી શરૂ થતા સાગર પરિક્રમા કાર્યક્રમમાં માછીમારોને સહાય અપાશે

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર, લાયઝન અધિકારીઓએ પૂર્વ તૈયારીનું નિરીક્ષણ કર્યું

કેન્દ્ર અને રાજય સરકારની મત્સ્યોધોગ સંબંધિત કલ્યાણકારી યોજનાઓનાં લાભો માછીમારોને હાથોહાથ રૂબરૂ પહોંચાડવા ક્રાંતિતીર્થ-માંડવીથી શરૂ થનારા સાગર પરિક્રમા કાર્યક્રમની પૂર્વ તૈયારીનું કલેકટર, લાયઝન અધિકારીઅોઅે નિરીક્ષણ કર્યું હતું.

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક “ક્રાંતિતીર્થ” માંડવી ખાતે તા.5-3ના સવારે 9 કલાકે યોજાનારા કાર્યક્રમની પૂર્વ સમીક્ષા અને પૂર્વ તૈયારીની ચકાસણીના ભાગરૂપે ગુરૂવારે ક્રાંતિતીર્થ ખાતે કલેકટર પ્રવીણા ડી.કે., સંબંધિત સર્વે લાયઝન અધિકારીઓએ બેઠક કરી કાર્યક્રમ બાબતે છણાવટ કરી હતી.

કાર્યક્રમ દરમ્યાન વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રચાયેલી વિવિધ સમિતિઓના અધિકારીઓ સાથે કામગીરીની વિગતો જાણી જરૂરી માર્ગદર્શન કલેકટરે અાપ્યું હતું. માંડવીથી પ્રારંભ પામનારી સાગર પરિક્રમા દેવભૂમિ દ્વારકા, ઓખા બંદરેથી બીજા દિવસે સવારે ખારવાવાડ પોરબંદર ખાતે પહોંચશે. આ સાગર પરિક્રમા અન્વયે સ્થાનિક અગ્રણીઓ અને માછીમારો સાથે પણ કલેકટરે વાતચીત કરી હતી. નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, મુન્દ્રા પ્રાંત પ્રજાપતિ, અબડાસા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત સહિત સંબંધિત અધિકારીઅો વગેરે હાજર રહ્યા હતા.

ભીડ અેકઠી કરવા મળેલી બેઠકમાંથી માછીમારોઅે ચાલતી પકડી
કેન્દ્રીયમંત્રીની ઉપસ્થિતિમાં તા.5-3ના ક્રાંતિતીર્થ ખાતે યોજાનારા કાર્યક્રમમાં વધુમાં વધુ માછીમારોને હાજર રાખવા વહીવટી તંત્ર અને ભાજપ સંગઠને અેડીચોટીનું જોર લગાવ્યું છે. અા માટે ગુરૂવારના સાંજે મામલતદાર કચેરીઅે મળેલી બેઠકમાં સલાયાના માછીમારોની સંખ્યા અોછી રહેવાની ચિંતા વ્યક્ત કરાતાં સ્થાનિક માછીમારોઅે નારાજ થઇને બેઠકમાંથી ચાલતી પકડી હતી. ત્યારબાદ વહીવટી તંત્ર અને ભાજપના મોવડીઅોઅે માછીમારોને પરત બોલાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ કોઇ ડોકાયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...