તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણની ઘટના વધી:IMBL પાસે જોખમ હોવા છતાં માછીમારો દરિયા ખેડે છે

નારાયણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિસ્થિતિ ખરાબ બની

આઇ.એમ.બી.એલ પાસે પાક મરિન સિક્યુરીટી ભારતીય માછીમારોની બોટોનું અપહરણ કરી જવાની ઘટનાઓ વધી છે. પેટીયુ રળવા માટે જોખમ લઇ માછીમારો સાગર ખેડતા હોય છે. જમ્મુ કશ્મિર કરતા વધારે પરીસ્થિતિ આઇએમબીએલ પાસે થઇ હોવાનું જણાઇ રહ્યું છે.

પાકિસ્તાન મરીન સિક્યુરિટીને છુટો દોર મળતા આઇ.એમ.બી.એલ. પાસે આતંક મચાવવાની પ્રવૃત્તિ અવિરત ચાલુ જ છે. જમ્મુ કશ્મીરમાં આતંકી ઘટનાની સંખ્યા કરતા વધારે આઇએમબીએલની ઘટના વધી ગઇ છે. દેશની સુરક્ષા માટે આઇએમબીએલની જળસીમા અને પાક મરીન સિક્યુરીટી ધીરે ધીરે મગરમચ્છ બની ગઇ છે. બે દિવસ પહેલા જ આઇએમબીએલ પાસેથી પોરબંદરની બે બોટ અને તેમાં સવાર 11 માણસોને બંધક બનાવીને અપહરણ કરી પીએમસી લઇ જવાયા હતા. માથે ચોર કોટવાલ કો કાટે તેમ પાકિસ્તાનની જળસીમમાં પ્રવેશ કરવાનું 11 માછીમારો પર ગુનો પણ પીએમસીએ દાખલ કરી નખાયો હતો. દિવસો દિવસ આઇએમબીએલની પરિસ્થિતિ જમ્મુ જેવી થતી જોવા મળી રહી છે. એક સપ્તાહમાં બે અપહરણની ઘટના બની છે. જમ્મુમાં 370 હટયા બાદ આતંકી ઘટના ઓછી બની છે.

એક રીતે જમ્મુમાં આતંકી ઘટના કરતા આઇએમબીએલની ઘટનાનો ક્રમ વધી જાય છે. અરબસાગરમાં પેટનો ખાડો પુરવા હજારોની સંખ્યામાં બોટો સાથે સાગરખેડુ જાય છે, જે આ વર્ષે માછલી પણ વધારે ન હોતા અમુક સાગરખેડુઓએ પોતાની બોટો બંદર પર લાંગરી નાખી છે. પણ જે જાય છે તેમનો અને પરીવારનો પેટ ભરવાનો પ્રશ્ન હોતા અરબસાગરમાં આઇએમબીએલ પાસે ખતરો છે એ જાણવા છતા પાપી પેટ માટે જતા હોય છે. આઇએમબીએલ પાસે રિસ્ક છે અને પરીવાર પણ ચલાવવું છે જેથી તેઓ જોખમ લઇને પણ સાગર ખેડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...