તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલર્ટ:અરબી સમુદ્રમાં આકાર પામનારા વાવાઝોડાના પગલે તંત્ર સાબદું બન્યું, માછીમારોને કિનારે પરત ફરવા સૂચના અપાઈ

ભુજ3 મહિનો પહેલા
  • કચ્છ જિલ્લામાં 19 અને 20 તારીખે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના
  • અરબી સમુન્દ્રમાં તા. 15 મેં ના રોજ વાવાઝોડું આકાર પામશે

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ એક આફતના એંધાણ સર્જાતા વહીવટીતંત્ર સાબદું બન્યું છે. અરબી સમુદ્રામાં સર્જાનારું વાવાઝોડું આગામી 19 અને 20 મેં આસપાસ કચ્છ જિલ્લામાં ત્રાટકવાની સંભાવનાઓ વ્યકત કરવામા આવી રહી છે. ત્યારે કચ્છ જિલ્લામાં કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ અત્યારથી જ સતર્ક બની છે અને દરિયામાં માછીમારી માટે ગયેલી બોટને કિનારે પરત ફરવા કહેવામા આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. 15ના રોજ અરબી સમુન્દ્રમાં વાવાઝોડું સક્રિય બનવાની પૂરેપૂરી સંભાવના છે. જે તા. 19 અને 20 ના રોજ કચ્છ તેમજ પાકિસ્તાનના કરાચી વિસ્તારમાં ત્રાટકી શકે છે. વાવાઝોડાની સંભવિત તબાહીને જોતા રાજ્ય સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સાવધાનીના પગલાં લેવા માટેની તૈયારી આરંભી દેવામાં આવી છે. વાવાઝોડાથી ખુવારી ન સર્જાય તે માટે તંત્ર બચાવ માટે રૂપરેખા ઘડી રહ્યાનું જાણવા મળ્યુ હતું.

આજે બુધવારના તટ રક્ષક દળના જવાનો દ્વારા દરિયામાં માછીમારી કરતા લોકોને સુરક્ષિત દરિયા કિનારે પહોંચી જવાનું જણાવવામાં આવ્યું હતુ.ખાસ કરીને કચ્છમાં કંડલા અને મુન્દ્રા ખાતેના બે મોટા બંદર આવેલા છે. તેની સાથે માછીમારી માટે નાલિયાના જખૌ બંદરનો મોટા પાયે ઉપીયોગ થાય છે. ત્યારે સાવધાની રાખવી અનિવાર્ય બની જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1998ના 9મી જૂને આવેલા ચક્રવાતે કચ્છ પંથકમાં જાનમાલની ભારે ખુવારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...