મુશ્કેલી:માછીમારોને બોટ લાઇસન્સ, ક્રિક પાસ, ટોકન બુક માટે પડતી મુશ્કેલી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા કનડગત કરાતી હોવાની ઉઠતી રાવ

કચ્છના માછીમારોને બોટ લાઇસન્સ, ક્રિક પાસ, ટોકન બુક વગેરે માટે મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા કનડગત કરાતી હોવાની રાવ ઉઠી છે. જિલ્લાના માછીમારોમાં સાક્ષરતાનું પ્રમાણ અોછું હોવાથી અોનલાઇન અરજી કરી શકતા નથી, જેનો ગેરલાભ લઇ અમુક તત્વો દ્વારા ભ્રષ્ટાચાર અાચરવામાં અાવી રહ્યો છે. બોટ લાઇસન્સ, ક્રિક પાસ, ટોકન બુક જેવા જરૂરી અાધારો માટે માછીમારો અરજી કરી, જરૂરી ફી પણ ભરપાઇ કરે છે તેમ છતાં મોટાભાગની બોટોનું રજિસ્ટ્રેશન બાકી છે.

કચેરીને જયારે માછીમારોના અાધાર-પૂરાવાની જરૂર પડે ત્યારે તેમની પાસે જઇને લઇ અાવવાના બદલે ટોકન અપાતા નથી કે, ગાર્ડ દ્વારા શેરો ભરી અપાતો નથી. સરકારની ગાઇડલાઇન અને મળતા લાભો અંગે અભણ માછીમારો માટે તાલીમ શિબિર યોજવી જોઇઅે. અગાઉ ડીઝલમાં સબસિડી મળતી હતી પરંતુ ડીઝલ કાૈભાંડ બાદ અા સબસિડી બંધ કરી દેવાઇ છે.

વધુમાં સરકારે ભદ્રેશ્વરના દરિયાને માછીમાર પોર્ટ જાહેર કરી તેના વિકાસ માટે ગ્રાન્ટ મંજૂર કરાઇ હતી પરંતુ ત્યારબાદ અાગળ શું થયું તે અંગે કોઇ ફોડ પડાતો નથી. માછીમારોને કનડતા વિવિધ પ્રશ્ને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ચેતન જોષી, મહામંત્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા વગેરેઅે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, ભુજને લેખિત રજૂઅાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...