હાલાકી:પહેલા હમીરસરને સાફ તો રાખો, પછી બ્યુટીફિકેશનની વાતો કરજો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજના હૃદય સમાન હમીરસર તળાવના બ્યુટીફિકેશનની વાતો થઈ હતી. પરંતુ, હમીરસરને સાફ સુથરું રાખવાની પણ તસદી લેવાઈ નથી. કિનારે કચરા તણાઈ નથી અાવ્યા પણ અાસપાસના લારીગલ્લા, દુકાનદારો, રૈન બસેરાને બદલે ફૂટપાથ ઉપર પડ્યા પાથર્યા રહેતા ભિક્ષુકોઅે કરેલી ગંદકી છે. જાહેરમાં શાૈચમુક્ત ભુજ શહેરની વાતો કરતી ભુજ નગરપાલિકાઅે તળાવના પગથિયાઅો પર, ખાસ કરી રામધૂન પાસેના પગથિયા પાસે દૃષ્ટિ નથી કરી.અે ગંદો અને અરુચિકર ફોટો અહીં મૂકી શકાય અેમ નથી.

નહીંતર અેનો અે ભ્રમ પણ તૂટી જાય. સફાઈ વેરો વસુલતી નગરપાલિકા કોલોનીમાં અઠવાડિયે માંડ અેક વખત સફાઈ કામદારને મોકલે છે અે તો ઠીક પણ તળાવમાં તો ક્યારેક ક્યારેક સફાઈ કરીને સફાઈ વેરાની વસુલાતને યોગ્ય ઠરાવવા પ્રયાસ કરવો જોઈઅે. નહીંતર પ્રવાસીઅો પણ કહેશ કે, ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ની વાતોમાં ખોટા અાવી ગયા.

અન્ય સમાચારો પણ છે...