અકસ્માત:પચ્છમ-ખડીર વચ્ચેના રણ રસ્તા પર પ્રથમવાર અકસ્માત થયો : મુંબઇનો પર્યટક યુવાન ઘાયલ

કકરવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાચા માર્ગ પર કાર અને બાઇક અથડાતાં સર્જાયો અકસ્માત

ઘડુલી અને સાંતલપુરને જોડતા પચ્છમ-ખડીર વચ્ચેનો કોચો માર્ગ હજુ શરૂ થયો નથી કે, આ રોડ પર પ્રથમ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મુંબઇગરા યુવાનની બાઇક સામેથી આવતી કાર સાથે અથડાઇ જતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, બન્ને વાહનોના ચાલક માં સમાધાન થઇ જતાં મામલો પોલીસ મથકે ચડ્યો ન હતો.

ખાવડા ધોળાવીરા વચ્ચેના માર્ગ પર સોમવારે સવારે કચ્છ બહારના પ્રવાસીઓની અવર જવર ચાલુ હતી તે દરમિયાન દસ વાગ્યાના અરસામાં મુંબઇના પ્રવાસી યુવાનો બાઇકથી જઇ રહ્યા હતા તે પૈકી મુંબઇ રહેતા અજીતભાઇ આનંદભાઇ ચૌહાણ (ઉ.વ.35)નામનો યુવક પોતાના કબજાની બાઇકથી આ કાચા માર્ગ પર જઇ રહ્યો હતો. ત્યારે અચાનક ઘૂળિયા રોડને કારણે બાઇક સ્લીપ મારી ગઇ હતી. અને રોડની સાઇડમાં ખેંચાઇ જતાં સામેથી આવતી કારના આગળના ભાગે ભટકાઇ ગઇ હતી. જેને કારણે બાઇકના આગળના વ્હીલની કવરના ટુકડા થઇ ગયા હતા. અને કારમાં બંપરના ભાગે નૂકશાન થયું હતું.

ઇજા ગ્રસ્ત અજીતભાઇએ જણાવ્યું હતું કે, સામન્ય ઇજા થઇ છે. અને તેની સારવાર લઇ લીધી છે કોઇ મોટી ઇજા થઇ નથી. અને તેઓ આજે પરત મુંબઇ જવા નીકળી ગયા છે. રણમાં નવા બનેલા આ સાંકડા માર્ગ હોવાથી અને રેતીને કારણે બાઇક સ્લીપ થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ અંગે ખાવડા પોલીસ મથકે કોઇ જાણવા જોગ નોંધ ન થઇ હોવાનું પીએસઓએ જણાવ્યું હતું.

હજુ પોલીસની હદ પણ નક્કી નથી થઇ!
કચ્છના રણ વિસ્તારમાં બનેલા આ માર્ગ પર કોઇ વાહનોની અવર જવર ચાલુ ન હોઇ અહીં બનેલી હજુ સુધી પોલીસ દ્વારા પણ હદનું માર્કિંગ કર્યુ નથી. ત્યારે આ માર્ગ પશ્ચિમના ખાવડા અને પૂર્વના ખડીર વિસ્તારને જોડતો હોવાથી ક્યા પોલીસ મથકની હદ લાગશે તે હજુ નકકી કરાયું નથી ત્યાં અકસ્માતની ઘટના પ્રથમ વખત બની છે.

અન્ય સમાચારો પણ છે...