દિવાળી પર્વ:ફટાકડા બજારમાં સુસ્તી...ગામમાં 200 લારીમાં વેચાય છે ફાયર ક્રેકર્સ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફટાકડા વેંચવા માટે આમ તો સરકારે નિયમ બનાવ્યા છે તે મુજબ અનેક સાવધાની રાખવાની હોય છે. અને ખાસ તો આસપાસ રહેણાંક ન હોય, પેટ્રોલ પંપ ન હોય, જો આગ લાગે તો પાણીની વ્યવસ્થા, વગેરે અનેક તકેદારી રાખવાની હોય છે. આ જ ઉદ્દેશ સાથે ભુજ મિરજાપાર રોડ પર ફટાકડા બજાર ઊભી કરાઇ છે. સરકારી રેકર્ડ મુજબ ભુજમાં નાના મોટા ફટાકડા ના 59 લાઇસન્સ ઇસ્યુ થયા છે. શહેરમાં અનેક જગ્યાએ કોઈ જ તકેદારી સિવાય દુકાનો ખુલી ગઈ છે.તો આ ચાર દિવસમાં કમાઈ લેવા માટે ઠેર ઠેર ફટાકડા લારી ખુલી ગઈ છે. પડતરથી અનેકગણા ભાવે વેચાતા ફટાકડામાં કમાઈ લેવા માટે અંદાજે બસ્સોથી વધુ નાના નાના વિક્રેતાઓ રોડ સાઈડ ગોઠવાઈ ગયા છે.

છઠી બારી રીંગ રોડથી જનતા ઘર સુધી જ વીસથી વધુ ફટાકડા લારીઓ છે. અહી જ પેટ્રોલ પંપ છે. જો કોઈ આકસ્મિક રીતે એક લારી પરથી પણ ફટાકડા ફૂટે અને પેટ્રોલ પંપ સુધી પહોંચે તો મોટે પાયે આગ લાગી શકે. વાણિયાવાડ બજારમાં પણ ખૂબ ભીડ રહે છે, ત્યાં ફટાકડા બિન્દાસ્ત વેંચાય છે. એના માટે કેમ મંજૂરી નથી લેવાઇ અથવા તો કોઈ કારણસર છૂટ અપાઈ છે. લારી પર વેચાણકર્તા કોઈ જ મોટા વેપારી નથી કે તેના પર કડક કાર્યવાહી કરવાથી ફરક પડે. પરંતુ લોકોની સુરક્ષા હેતુથી આવી રીતે ફટાકડા વેંચવા હિતાવહ નથી.

3 દિવસ અને છ કલાક જ છે ફટાકડા ફોડવા માટે
ગુજરાત સરકારે સાંજે આઠથી દસ વચ્ચે ફટાકડા ફોડવા માટે ગાઈડ લાઈન બહાર પાડી છે. ત્યારબાદ ફોડવાની મનાઈ ફરમાવતા આવા નિર્ણયનો પણ વિરોધ થયો છે. આમ આવતા ત્રણ દિવસની ગણતરી કરીએ તો માત્ર છ કલાક જ છે ફટાકડા ફોડવા માટે. જે વાસ્તવમાં પણ બહુ મોટા તહેવાર
માટે નાનો સમય ગાળો કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...