તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:ભરૂચની ઘટના બાદ કચ્છમાં 20 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસાઈ

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલમાં ચકાસણી કરતા ફાયર બ્રિગેડના વડા અનિલ મારુ અને સ્ટાફના કર્મચારીઓ - Divya Bhaskar
હોસ્પિટલમાં ચકાસણી કરતા ફાયર બ્રિગેડના વડા અનિલ મારુ અને સ્ટાફના કર્મચારીઓ
 • નજીકની હોસ્પિટલ જોડે સંકલનમાં રહેવા અાદેશ, જેથી દુર્ઘટના સમયે દર્દી ખસેડી શકાય
 • નિવાસી અધિક કલેકટરે ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડને પણ અાદેશ કર્યા

કચ્છમાં કોવિડ હોસ્પિટલમાં અાગ જેવી કોઈ દુર્ઘટના ન બને અે હેતુથી નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાઅે ચકાસણી કરવા ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડને અાદેશ કર્યો છે. જેના પગલે હજુ સુધી 20 હોસ્પિટલોની ચકાસણી કરાઈ છે. જેમને નજીકની હોસ્પિટલ સાથે સંકલન સાધવા પણ સૂચના અપાઈ છે, જેથી દુર્ધટના સમયે દર્દીઅોને નજીકની હોસ્પિટલમાં ખસેડી શકાય.

અખબારી યાદીમાં જણાવાયું હતું કે, કચ્છ જિલ્લાની કોવીડ-19 હોસ્પિટલોમાં આગ સબંધી કોઇપણ બનાવ ન બને તેની કાળજી રાખવા ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ-2013ની જોગવાઈ તળે ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખા તથા ભુજ નગરપાલિકાના ફાયર ઓફિસર દ્વારા તમામ કોવીડ-19 હોસ્પિટલોને તાત્કાલિક પગલા લેવા સૂચના અપાઈ છે.

અગ્નિશામક ઉપકરણોની ન્યુનતમ આવશ્યકતા રાખવા પણ કહેવાયું છે. ઉપકરણોનો વપરાશ સ્થાનિક સ્ટાફ અને હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા થાય તે સુનિસ્ચિત કરવા કહેવાયું છે. તે અંગેનું જરૂરી ચેકલીસ્ટ પુરૂ પાડવામાં આવ્યું છે. ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશનની અને ઇલેકટ્રીક લોડની ચકાસણી પણ ઇલેકટ્રીક ઇન્સપેકટર મારફત કરાવવા જરૂરી સુચનાઓ આપવામાં અાવી છે. સ્થાનિક વહીવટી તંત્ર તથા ફાયર ઓફિસર મારફતે તે અંગેની ચકાસણીની કાર્યવાહી પણ શરૂ કરવામાં અાવી છે.

તમામ હોસ્પિટલોને ફાયર પ્રોટેકશન સીસ્ટમ સંદર્ભમાં જણાવેલ ક્ષતિઓની પૂર્તતા સત્વરે કરવા સુચનાઓ આપવામાં અાવી છે. તેમજ હોસ્પિટલના પ્રીમાઇસીસમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ વિભાગને પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. જે સંદર્ભે ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડના વડા અનિલ મારુનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી 20 હોસ્પિટલમાં જીણામાં જીણી વિગતોની ચકાસણી કરી લેવાઈ છે. હજુ પણ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો