તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રિલ:કચ્છની વિવિધ કોવિડ હોસ્પિટલમાં ફાયર મોકડ્રિલ યોજાઇ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, સિકયુરિટી તથા સફાઇ કામદારોએ ભાગ લીધો - Divya Bhaskar
તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, સિકયુરિટી તથા સફાઇ કામદારોએ ભાગ લીધો

રવિવારનાં રોજ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી, ભુજ અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની કચેરીનાં સંકલન અને માર્ગદર્શન હેઠળ ભુજ, મુન્દ્રા, અંજાર તાલુકાની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ (DCH) જી. કે. જનરલ હોસ્પિટલ, ભુજ, સેન્ટ્રલ હોસ્પિટલ ભુજ, દિશાન લાઇફ કેર હોસ્પિટલ, ભુજ, એલાયન્સ હોસ્પિટલ, મુન્દ્રા, મીમ્સ હોસ્પિટલ મુન્દ્રા, એન્કરવાલા હોસ્પિટલ, માંડવી, સેન્ટ જોસેફ હોસ્પિટલ, ગાંધીધામ, ન્યુ હરિ ઓમ હોસ્પિટલ, ગાંધીધામ, ખાતે ફાયર મોકડ્રિલ આયોજીત કરવામાં આવી હતી. મોકડ્રીલના ભાગરૂપે ICU વોર્ડમાં ફાયર એકટ્ટીન્ગવીશ કરવું. ક્રિટીકલ પેશન્ટ ઇવેક્યુલેશન તથા જરૂરી ઇમરજન્સી પ્રોટોકોલ, કિલનિકલ પ્રોટોકોલ, ઇલેક્ટ્રીકલ સેફટી અવલોકન વગેરે ડ્રિલ એક્સરસાઇઝના ભાગરૂપે કરાઇ હતી.

જેમાં તબીબો, પેરા મેડિકલ, નર્સીંગ સ્ટાફ, સિક્યુરિટી તથા ફરજ પરના સફાઇ કામદારોએ ભાગ લીધો હતો. વધુમાં જિલ્લા તંત્ર તરફથી સબંધિત પ્રાંત વિસ્તારમાં નગરપાલિકા ફાયર ઓફિસર તથા તેમની ટીમ, ઇ.આર.સી. ફાયર ઓફિસર અને ફાયરમેનો હાજર રહી મોકડ્રીલને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ, વધુમાં મોકડ્રીલને વધુ અસરકારક બનાવવા અને તેની યોગ્ય સમિક્ષા હેતુ સબંધિત પ્રાંત વિસ્તારમાં મામલતદાર (ઇન્સીડેન્ટ કમાન્ડર), પોલીસ વિભાગના અધિકારીઓ, ફાયરની ટીમો અને હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ મોકડ્રીલમાં ઉપસ્થિત રહ્યા.

જયારે જિલ્લા કક્ષાએ ભુજ પ્રાંત વિસ્તારમાં મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કચ્છ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, કચ્છ ડિસ્ટ્રીકટ પ્રોજેકટ ઓફિસર, GSDMA, તથા પાલિકા ભુજના ફાયર ઓફિસર અને તેમની ટીમ સાથે મોકડ્રીલમાં ભાગ લઇ અને તેની સમીક્ષા કરી હતી. ફાયર મોકડ્રીલ પૂર્ણ કર્યા બાદ જરૂરી ઓબ્ઝર્વેશન અને ફીડબેક કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો