તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભુજ પાસે ત્રણ જગ્યાઅે અાગ, કુકમા હાઈવે પાસે 12 અેકરમાં સૂકું ઘાસ સળગ્યું

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં સાંજે 5 વાગે અાગ લાગી હતી. - Divya Bhaskar
ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં સાંજે 5 વાગે અાગ લાગી હતી.

ભુજ તાલુકાના કુકમા હાઈવે પાસે કૃષિ સંશોધન કેન્દ્રમાં શુક્રવારે સાંજે 6 વાગ્યા પહેલા 12 અેકરમાં સૂકા ઘાસમાં અાગ લાગી હતી. ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડની બે બે ટીમોને અાગ બૂઝાવવા દોડવું પડ્યું હતું. 2 કલાકની જહેમત બાદ અાગ કાબૂમાં અાવી હતી, જેથી અાસપાસના ખેતરમાં ઊભા મોલને બચાવી લેવાયો હતો. અા પહેલા ભુજની ભાગોળે માધાપર હાઈવે પાસે દિપક પેટ્રોલ પંપની સામે ધીરજ અોટો પાસે ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં સાંજે 5 વાગે અાગ લાગી હતી. બીજી તરફ ભુજમાં ચંગલેશ્વર રોડથી પ્રમુખ સ્વામી નગર વચ્ચે ઝાડી ઝાંખરામાં સાંજે 7 વાગે અાગ લાગી હતી. સચિન પરમાર, જિગ્નેશ જેઠવા, પ્રતિક મકવાણા, અસલમ પટ્ટણી, સાવન ગોસ્વામી, યશપાલસિંહ વાઘેલા, મહેશ લોહરા, પ્રદીપ ચાવડા, જય ભાટી, શ્યામગર ગોસ્વામી સહિતના કામગીરીમાં જોડાયા હતા.

12 અેકરમાં સૂકા ઘાસમાં અાગ લાગી હતી.
12 અેકરમાં સૂકા ઘાસમાં અાગ લાગી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો