ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગ્રેડની ટીમે મંગળવારની રાતથી બુધવારે સાંજ સુધી ભુજ શહેરના સીમાડે જી.અાઈ.ડી.સી.ના પ્લોટમાં અાગ બુઝાવવા 21 કર્મચારીઅોને દોડાવ્યા હતા. જેમણે સતત 16 કલાક સુધી 1.74 લાખ લિટર પાણી છાંટી અાગને ઠારી હતી. જે કામગીરીનું દોઢ લાખ રૂપિયાનું બિલ પ્લોટના માલિકને ફટકારશે.
ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગ્રેડની ટીમે મંગળવારે બપોરથી રાત સુધી ભુજ નખત્રાણા હાઈવે પર સામત્રા નજીક મહિન્દ્રા કંપનીના અોટો મોબાઈલ વર્કશોપમાં ભીષણ અાગને કાબુમાં લેવા ફાયર ફાયટરની 12000 લિટરની બે મોટી અને 2000 લિટરની બે નાની ગાડીઅો સતત દોડતી રાખી હતી.
જે અાગ હજુ બુઝાઈ ન હતી ત્યાં ભુજ શહેરના સીમાડે નાના ઉદ્યોગોની વસાહતમાં 2 અેકરમાં ફેલાયેલા પ્લોટ અંદર ભૂતડીની ફોતરી અને લાકડાના જથ્થામાં અાગ લાગી હતી. જે છેક બીજા દિવસ બુધવારની સાંજ સુધી ચાલી હતી. સામત્રા પાસેની કંપનીને અાગ બુઝાવવાનો 22000 ઉપરાંત બિલ ફટકારવા અને જી.અાઈ.ડી.સી.ના પ્લોટ માલિકને દોઢ લાખનો બિલ ફટકારવા માટે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી પાસે મૂક્યું છે. જે અેકાદ બે દિવસમાં સંબંધિત કંપની અને પ્લોટ માલિકને પહોંચતું કરી દેવાશે.
GIDC ને NOCમાંથી બાકાત રખાઈ છે
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જી.અાઈ.ડી.સી.માં નાના ઉદ્યોગપતિઅોને ફાયર બ્રિગ્રેડની અેન.અો.સી.માંથી બાકાત રાખવાનો પરિપત્ર છે, જેથી અાગ બૂઝાવ્યા બાદ ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં અને ફાયર બ્રિગ્રેડની અેન.અો.સી. લીધી હતી કે નહીં અે બાબતેની નોટિસ ફટકારી શકાતી નથી. અામ છતાં પૂરતી તપાસ કર્યા બાદ અે દિશામાં પણ કાર્યવાહી થાય અેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.