તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કુકમાના સબ સ્ટેશનમાં આગથી ભુજ અને આસપાસમાં અંધારપટ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 66 કિલોવોટ એસએસમાં કરન્ટ ટ્રાન્સફોર્મર સળગ્યું
 • માધાપર, મિરજાપર, સુખપર, માનકૂવામાં પાવર કટ

ભુજ અને આસપાસના વિસ્તારમાં વિદ્યુત પુરવઠો પૂરો પાડતા કુકમાના 66 કિલોવોટ સબ સ્ટેશનના કરન્ટ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં ભુજ, માધાપર, કુકમા, મિરજાપર, સુખપર તેમજ માનકૂવા સહિતના વિસ્તારમાં પોણોથી એક કલાક માટે અંધારપટ છવાઇ ગયો હતો. બનાવને પગલે હરકતમાં આવેલી ગેટકોની ટીમે યુધ્ધના ધોરણે મરંમત શરૂ કરીને રિંગ પાવર દ્વારા વીજ પુરવઠો પુન: સ્થાપિત કર્યો હતો. રાત્રે 8 વાગ્યાના અરસામાં ભુજ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક લાઇટ ડૂલ થઇ ગઇ હતી. રોડ અને સ્ટ્રીટ લાઇટ પણ બંધ પડી જતાં અંધારપટ છવાઇ ગયો હતો.

આ અંગે ગેટકો કુકમાના નાયબ ઇજનેર એસ. સી. ત્રિવેદીએ વિગતો આપતાં કહ્યું હતું કે, સબ સ્ટેશનમાં કરન્ટ ટ્રાન્સફોર્મમરમાં ધડાકાભેર આગ લાગતાં ભુજમાં 66 કેવીના 10 જેટલા એસએસ બંધ પડી ગયા હતા જેને લઇને જિલ્લા મથક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ પડી ગયો હતો પણ યુધ્ધના ધોરણે કામગીરી આરંભીને રિંગ પાવર દ્વારા શરૂ કરી દેવાયો હતો.

તાપમાનમાં થતા ઉતાર ચડાવના કારણે ક્યારેક આવા બનાવ બનતા હોય છે તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, કુકમાના સબ સ્ટેશનમાં જ્યાં ખોટીપો સર્જાયો હતો તે સિવાયની લાઇનો પૂર્વવત કરી દેવાઇ હતી. એસએસની મરંમત ચાલુ હોઇઆજે શુક્રવારે ભુજમાં પાવર કટ રહેશે કે કેમ તેવું પૂછતાં તેમણે વીજ પુરવઠો રાબેતા મુજબ જ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. ટ્રાન્સફોર્મર સળગતાં ગેટકોને એકાદ લાખ રૂપિયાનું નુક્સાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો