તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ખાનગી વાહનોમાં મુસાફરોને લેવાતા હોવાથી ટેક્સી-ટ્રાવેલ્સના ધંધાને પડતો આર્થિક ફટકો

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોટેલના ધંધાર્થીઓ પ્રાઇવેટ વાહનોની સુવિધા પુરી પાડતા હોવાનો સુર
 • વન-વે ચાલતા હોવાથી મુસાફરને પોશાય, ટેક્સી-બસમાં મુસાફરી ન જ કરે
 • ભુજના 4થી 5 હોટેલના સંચાલકો આવા વાહનો મુસાફરોને ઉપલબ્ધ કરાવી આપે

પ્રાઇવેટ વાહનોમાં પેસેન્જરો લઇને વન વે મુકવા જતા હોવાથી ટ્રાવેલ્સ અને બસના ધંધાર્થીઓને ભારે ફટકો પડયો છે. તો માત્ર સ્થળ સુધી જવાનું વન વે જ ભાડુ લેવામાં આવતો હોવાથી મુસાફરોને પણ પોસાય તેમ છે.

ભુજના 4થી 5 હોટેલના સંચાલકો અને મેનેજરો રોકાણ કરતા મુસાફરોને પ્રવાસન માટે પ્રાઇવેટ વાહનો ભાડે અપાવવાની સગવડ કરી આપે છે. ખરેખર પેસેન્જર વાહનોમાં જ ટેક્સીનો ધંધો થઇ શકે પણ અહીં હોટેલના સંચાલકો પોતાના સગા સબંધીની કે પોતાની પ્રાઇવેટ ગાડીઓ પેસેન્જરોમાં ચલાવતા થઇ ગયા છે. પેસેન્જરોને અમદાવાદ, રાજકોટ, કે ગાંધીનગર મુકવા જવા માટે ભાડુ લેવામાં આવે છે અને તેઓ માત્ર અહીંથી જવાનું જ ભાડુ વસુલ કરે છે. ભુજથી અન્યત્ર જવાના જેટલા કિલોમીટર થાય તેટલુ જ ભાડુ પ્રાઇવેટ વાહન તરફથી વસુલાતો હોવાથી પેસેન્જરોને પણ પોસાય છે જેને ધંધાથી પરીભાષામાં વન-વે કહેવાય છે. વન-વે વાહનો ચાલતા હોવાથી ટેક્સીમાં કે બસમાં જવાનું મુસાફરો ટાળતા હોય છે.

50 ટકા ભાડું ઓછું હોવાથી વન-વે જ પેસેન્જરોની પસંદગી
વન-વે ચાલતા વાહનો અંગે દેવાંગભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ભુજમાં અમુક લોકો તરફથી વન-વેનો વ્યવસાય કરાઇ રહ્યો છે જેના લીધે ટેક્સીના ધંધાર્થીઓને ભારે અસર પહોંચી છે. ટેક્સીનો ધંધો કરતા વાહન માલિક ઇનોવ કારનું ભુજથી અમવાદાવ કે રાજકોટ જવાનું જેટલુ ભાડુ વસુલે એનાથી 50 ટકાના ભાવે વન-વેમાં પેસેન્જર પોતાની જગ્યાએ પહોંચી જાય છે, જે હોટેલ તરફથી વર્દી મળી હોય તેની અન્ય બ્રાન્ચમાં રોકાઇ પરત વન-વેમાં અમદાવાદ કે રાજકોટથી ભુજ આવી જાય છે. તો ટેક્સીના ધંધાર્થીને અમદાવાદથી વર્દી મળે તો ભુજથી ત્યાં જઇ પરત ભુજ આવવા સુધીનો ભાડુ વસુલે છે પણ વન-વેમાં ચાલતા વાહનો ત્યાં જ પડયા હોવાથી પરત ભુજ વન-વેમાં ચાલે છે જેનુ ભાડુ પેસેન્જરને પોસાય છેે.

રાજય બહાર આર.ટી.ઓ.ના ટેક્સ અને પરમીટ કઢાવવી પડે
ટેક્સીના વ્યવસાય સાથે સંકળાયેલા ચંદ્રેશભાઇ ગુંસાઇએ જણાવ્યું હતું કે, પ્રાઇવેટ વાહનો પેસેન્જર લઇને રાજયબહાર ગમે તે જગ્યાએ જઇ શકે છે તેમને આર.ટી.ઓ.નું ટેકસ કે પરમીટની માથાકુટ રહેતી નથી. પેસેન્જર વાહન એટલે કે ટેક્સી પાસિંગ વાહનમાં આર.ટી.ઓ.નું સાત દિવસનું અન્ય રાજયનું ટેક્સ ભરવું પડે છે તેમજ પરમીટ ઇસ્યુ કરાવવાની હોય છે. તો દર બે વર્ષે ફિટનેશ પણ કરાવવી પડે છે. વન-વે ધંધો કરતા પ્રાઇવેટ વાહનો પર કઇ કાર્યવાહી થતી ન હોવાથી ટેક્સી અને બસના ધંધાને ભારે અસર પહોંચી છે.

આર.ટી.ઓ. અને પોલીસે ડ્રાઇવ યોજવી જોઇએ
પ્રાઇવેટ પાસિંગ હોય અને પેસેન્જર ભરી ચાલતા વાહનોને પકડવા માટે આર.ટી.ઓ. અને પોલીસ તંત્રે ડ્રાઇવ યોજવી જોઇએ. પેસેન્જર વાહનને દર બે વર્ષે પાસિંગ કરાવવાનું તેમજ ટોલ ટેક્સ પણ વધારે ચુકવવાનો હોય છે જયારે પ્રાઇવેટ વાહનોને પાસિંગ કરાવવાની જરૂરત નથી રહેતી અને પેસેન્જર વાહન કરતા ઓછુ ટોલ ભરવુ પડે છે. આમ, પેસેન્જર વાહન સિવાય મુસાફરી થતી હોવાથી સરકારને પણ નુકસાની જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો