• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Finally, In The General Meeting Of The District Panchayat, Works Worth Rs 23.53 Crore Were Approved From The 15th Finance Commission Grant.

વિકાસકામોની દિશામાં ગતિવિધિ:અંતે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 23.53 કરોડના કામોને બહાલી અપાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020/21ના 13.72 કરોડ અને 2021/22ના 9.80 કરોડ રૂપિયાનું કરાયું આયોજન
  • માળખાગત, પાણી, સફાઈ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ પાછળ ખર્ચાશે

ભુજ સ્થિત જિલ્લા પંચાયતમાં 9મી સપ્ટેમ્બરે મુલત્વી રહેલી સામાન્ય સભા 18મી સપ્ટેમ્બરે બપોરે મળી હતી, જેમાં અંતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી હિસાબી વર્ષ 2020/21 માટે 13 કરોડ 72 લાખ 88 હજાર 129 રૂપિયા અને હિસાબી વર્ષ 2021/22 માટે 9 કરોડ 80 લાખ 32 હજાર 850 રૂપિયાના ખર્ચે વિકાસ કામોને બહાલી અાપવામાં અાવી હતી.

કેન્દ્ર સરકારે 15મા નાણાપંચની ગ્રાન્ટમાં પહેલી વખત જિલ્લા પંચાયતને 10 ટકા રકમ ફાળવી છે. જેને કયા વિકાસ કામો પાછળ ખર્ચવા અેની માર્ગદર્શિકા કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારે પણ અાપી છે. પરંતુ, અટપટી માર્ગદર્શિકાને કારણે વહીવટી અધિકારીઅોઅે તેમના દ્વારા સૂચવાયેલા વિકાસ કામોને બહાલી અાપવાની સોગઠી ગોઠવી હતી. જોકે, સદસ્યોઅે સમયસર વિરોધ કર્યો, જેથી 9મી સપ્ટેમ્બરે સામાન્ય સભા 18મી સપ્ટેમ્બર સુધી મુલત્વી રાખવાની નોબત અાવી હતી, જેમાં પ્રમુખ સહિતના પદાધિકારીઅોની અણઅાવડત સ્પષ્ટ થઈ હતી.

જોકે, 16 અને 17મી સપ્ટેમ્બર સુધી પ્રમુખ અને કારોબારી ચેરમેને મોડી રાત સુધી સદસ્યોઅે સૂચવેલા વિકાસ કામોને માર્ગદર્શિકા મુજબ સમાવવા વ્યાયામ અાદર્યો હતો. છેવટે શનિવારે કુલ 23 કરોડ 53 લાખ 20 હજાર 979 રૂપિયાના વિકાસ કામોને બહાલી મળી હતી. મંચસ્થ પ્રમુખ પારુલ કારા, ઉપપ્રમુખ વણવીર રાજપૂત અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા રહ્યા હતા.

9 સેકટર, કુલ 178 કામો
માળખાગત પાછળ કુલ 2.17 કરોડ, પાણી પુરવઠા/ જળ સંસાધનો પાછળ કુલ 6.32 કરોડ, સફાઈ પાછળ કુલ 6.32 કરોડ, શિક્ષણ પાછળ કુલ 1.955 કરોડ, અારોગ્ય પાછળ કુલ 2.06 કરોડ, મહિલા અને બાળ વિકાસ પાછળ કુલ 1.80 કરોડ, સામાજિક સુરક્ષા અને સામાજિક ન્યાય પાછળ કુલ 83.75 લાખ, પર્યાવરણ અને અાબોહવા પરિવર્તન પાછળ 1.11 કરોડ, કૃષિ, પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યોદ્યોગ પાછળ કુલ 96.30 લાખ રૂપિયા ફાળવાયા હતા. અામ, 9 સેકટરમાં કુલ 178 કામોનો સમાવેશ થતો હતો.

1 વાહનનું નક્કી થયું હતું, 2 વાહનને મંજુરી કેમ ? : સદસ્ય
2 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઅો માટે 8 લાખનું અેક અેવા 2 વાહનો 16 લાખના ખર્ચે સ્વભંડોળમાંથી ખરીદવાને બહાલી અપાઈ હતી. અે સમય શાસક પક્ષના અેક ચેરમેને કહ્યું હતું કે, 2 વાહનને મંજુરી કેમ ? 1 વાહનને મંજુરીનું નક્કી થયું હતું, જેથી પ્રમુખે કહ્યું કે, તમે મોડા અાવ્યા અેટલે તમને જાણ ન થઈ શકી. અામ, અે ઘટના ઉપરથી નક્કી થઈ ગયું કે, છેલ્લી ઘડી સુધી વિકાસકામો અંગે સદસ્યોને ખબર ન હતી.

વિપક્ષનો કોઈ વિરોધ નહીં
સામાન્ય સભામાં માત્ર પ્રશ્નોત્તરી લેવાઈ ન હતી. 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોને બહાલી અપાઈ હતી. ત્યારબાદ સામાન્ય સભા બરખાસ્ત કરવાની ઘોષણા કરાઈ હતી. વિપક્ષ કોંગ્રેસે કંઇપણ બોલ્યા વિના હાજરી પુરાવી હતી. અામ પણ વિપક્ષીનેતા ક્યારેય વિરોધ કરતા જ નથી.

વિપક્ષનો કોઈ વિરોધ નહીં
સામાન્ય સભામાં માત્ર પ્રશ્નોત્તરી લેવાઈ ન હતી. 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોને બહાલી અપાઈ હતી. ત્યારબાદ સામાન્ય સભા બરખાસ્ત કરવાની ઘોષણા કરાઈ હતી. વિપક્ષ કોંગ્રેસે કંઇપણ બોલ્યા વિના હાજરી પુરાવી હતી. અામ પણ વિપક્ષીનેતા ક્યારેય વિરોધ કરતા જ નથી.

16 શાળામાં અોરડા, 36 અાંગણવાડી ભવન
શિક્ષણ સેકટરના 9 વિકાસ કામોમાં 16 શાળામાં ખુટતી અોરડા અને કમ્પાઉન્ડ વોલ વગેરેના કામો લેવામાં અાવ્યા હતા. જ્યારે મહિલા અને બાળ વિકાસ સેકટરના 20 કામોમાં 36 અાંગળવાડીનું ભવનનો સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...