તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ કૌભાંડ:અંતે રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડમાં ફોજદારી; કૌભાંડી ઠક્કર દંપતિ અને બે સબ પોસ્ટ માસ્તર સામે ગુનો

ભુજ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
સંસ્કાર નગરમાં કૌભાંડીનો આવેલો આલિશાન બંગલો અને તેના મુખ્ય ગેટ પર મારેલું તાળું ઘણુ બંધુ કહી જાય છે. - Divya Bhaskar
સંસ્કાર નગરમાં કૌભાંડીનો આવેલો આલિશાન બંગલો અને તેના મુખ્ય ગેટ પર મારેલું તાળું ઘણુ બંધુ કહી જાય છે.
 • ગુઠબંધીથી 34.58 લાખ સરકારી નાણાની ઉચાપત

ભુજમાં રાવલવાડી પોસ્ટ ઓફિસના બહુ ગાજેલા રૂ.8.25 કરોડથી વધુની રકમના કૌભાંડમાં અંતે બુધવારે 34.58 લાખ સરકારી નાણાની ઉચાપત અંગે કૌંભાડી દંપતિ પ્રજ્ઞા સચિન ઠક્કર અને બે સબ પોસ્ટ માસ્તરો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.

પોસ્ટ ઓફિસ ઇન્સ્પેક્ટર ભરતસિંહ હેમુભા જાડેજાએ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ પ્રજ્ઞાબેન સચિન ઠક્કરની રાવલવાડી સબ પોસ્ટ ઓફિસમાં મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજના (નાની બચત, રિકરીંગ ડિપોઝિટ)ના એજન્ટ તરીકે નિમણૂક થઇ હતી. એજન્ટ પ્રજ્ઞા, તેમના પતિ સચિન શંકરલાલ ઠક્કર અને પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તરો બિપીનચંદ્ર રૂપજી રાઠોડ અને બટુક જીતેન્દ્રરાય વૈષ્ણવે મીલાપીપણું કરી કૌભાંડ આચર્યું હતું.

કૌભાંડી દંપતિએ બંને સબ પોસ્ટ માસ્તરોના સંચયા પોસ્ટ સોફ્ટવેરના ઓનલાઇન તથા ડેટા એન્ટ્રીના યુઝર આઇ.ડી., પાસવર્ડનો ઉપયોગ કરી ફરીથી મોટી રકમથી જૂની તારીખોમાં ખાતા ખોલાવી, જૂનું ખાતું બંધ કર્યાના ખોટા ફોર્મ ભરી તેમાં સહીઓ કરી હતી. આ ખાતું ખોલાવવા માટેના ફોર્મમાં સબ પોસ્ટ માસ્તર વિનય દેવશંકર દવેની ખોટી સહી કરી, એસ.પી.એમ. દિનદયાલનગરના ખોટા સિક્કા બનાવી, તે પોતાના કબ્જામાં રાખી રિકરીંગ ખાતા ખોલાવવા માટેના ફોર્મમાં સિક્કા કરી, ખોટા દસ્તાવેજો બનાવી તે દસ્તાવેજો ખોટા હોવાનું જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ટપાલ વિભાગના રિકરીંગ ડિપોઝિટ તથા તેના વ્યાજના હેડના રૂ.34,58,179 સરકારી નાણાની ઉચાપત કરી એકબીજાને મદદ કરી હોવાના ગુન્હા સાથે ફરિયાદ નોંધાવાઇ છે.

ટપાલ વિભાગના અધિક્ષક પરમારની અમદાવાદ બદલી
ટપાલ વિભાગના કૌભાંડમાં હજુ અનેક પોસ્ટ કર્મીઓ પર સસ્પેન્સનનો ખતરો તોડાઇ રહ્યો છે તેવામાં ગુરુવારે કચ્છ ટપાલ વિભાગના અધિક્ષક મહેશ પી. પરમારની અમદાવાદ સિટીમાં બદલી કરાઇ હતી. વધુમાં તેમનો ચાર્જ જૂનાગઢ ટપાલ વિભાગના અધિક્ષક પટેલને અપાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

બે સબ પોસ્ટ માસ્તર આજે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થશે
બુધવારે જેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે તેવા બે સબ પોસ્ટ માસ્તરો બિપીનચંદ્ર રૂપજી રાઠોડ અને બટુક જીતેન્દ્રરાય વૈષ્ણવ ગુુરૂવારે સવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થશે.

વધુ રકમ સાથે વધુ આરોપીઓ સામે આગામી સમયમાં ફોજદારીની શક્યતા
તાજેતરમાં કચ્છ આવેલા પોસ્ટ માસ્તર જનરલે જ કહ્યું હતું કે, ગોબાચારીનો આંક 8.25 કરોડથી વધી જશે. સૂત્રોનું માનીએ તો આ આંકડો હજુ ડબલ થઇ જશે અને હજુ વધુ રકમ સાથે વધુ આરોપીઓ સામે અન્ય ફોજદારીઓ નોંધાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

વધુ એક કર્મી સસ્પેન્ડ, એક પુટ અપ ડ્યુટી
ટપાલ વિભાગ દ્વારા અત્યાર સુધી 3 સબ પોસ્ટ માસ્તરોમાં વિનય દવે, બિપીનચંદ્ર રૂપજી રાઠોડ અને બટુક જીતેન્દ્રરાય વૈષ્ણવને સસ્પેન્ડ કર્યા છે ત્યારે બુધવારે વધુ એક કર્મી એમ.ટી.એસ. ધર્મેન્દ્ર ગોંડેલા, જે પણ જે-તે વખતે રાવલવાડી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા, તેમને પણ સસ્પેન્ડ કરાયા છે. વધુમાં એક્ટ્રા ડિપાર્ટમેન્ટના જયદીપસિંહ આર. જાડેજાનો પુટ અપ ડ્યૂટીનો આદેશ કરાયો છે.

મોડસ ઓપરેન્ડીથી બંધ ખાતા જૂની તારીખમાં ફરીથી ખુલ્યા
ટપાલ વિભાગે નોંધાવેલી ફરિયાદ મુજબ મુખ્ય સુત્રધાર સચિન ઠક્કર અને તેની પત્ની પ્રજ્ઞાએ ગુઠબંધીથી એક જ મોડસ ઓપરેન્ડીથી બંધ થયેલા ખાતાઓ ફરીથી જૂની તારીખમાં ખોલાવી કૌભાંડ આચર્યું છે.

કઇ-કઇ કલમો તળે ગુન્હો નોંધાયો?
કૌભાંડી દંપતિ અને બે પોસ્ટ કર્મચારીઓ સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 409, 465, 468, 471, 473 અને 114 તળે ગુનો નોંધાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો