કાર્યવાહી:અંતે કચ્છ યુનિ.ની ફલાઇંગ સ્કવોડ પર હુમલો કરનારા બે વિદ્યાર્થી સામે ગુનો

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોપી કેસ કર્યો હોવાથી છરીથી બતાવી, ફરજમાં રૂકાવટની ફરિયાદ

બે દિવસ પૂર્વે ભુજની અાર. અાર. લાલન કોલેજ મધ્યે કચ્છ યુનિવર્સિટી તરફથી સેમેસ્ટર 5 અને 6માં નાપાસ થયેલા છાત્રોની રેમેડિયલ પરીક્ષા ચાલુ હતી ત્યારે ફલાઇંગ સ્કવોડની ટીમ કોપી કેસ કરવા માટે પહોંચી હતી.અગાઉ ત્રણેક વખત કોપી કરતા પકડાયેલો શખ્સ વધુ અેક વખત પકડાયા બાદ સંકુલમાંથી બહાર નીકળતી વેળાઅે ટીમના સભ્ય પર મિત્ર સાથે મળી હુમલો કર્યો હતો. જે અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ અંતે બંને છાત્રો સામે ફોજદારી નોંધાઇ હતી.

ભુજ સીટી અે ડિવિઝન પોલીસ મથકે પરીક્ષા નિયામક તેજલ શેઠ (રહે. ભુજ)વાળાઅે કુલદીપસિંહ ખીમજી સોઢા અને મહાવીરસિંહ ચતુરસિંહ સોઢા (રહે. ભુજ)વાળા સામે ફોજદારી નોંધાવી હતી. ભુજની અાર. અાર. લાલન કોલેજમાં પુરક પરીક્ષા કેન્દ્ર પર કોપી-ચોરી કરતા પરીક્ષાર્થીઅોની ચકાસણી માટે ફલાઇગ સ્કવોડના મેમ્બરો ચેકિંગ માટે પરીક્ષા ખંડમાં પહોંચ્યા ત્યારે કુલદીપ સોઢાને ચોરી કરતા પકડયો હતો. સ્કવોડના મેમ્બરો સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો અાપી કહેલ કે, તમે મારી પર કેસ કરશો તો હુ તમને મારી નાખીશ તેવી ધમકી અાપી ખુરશીથી હુમલો કર્યો હતો.

તો મહાવીર સોઢાઅે છરી બતાવી સ્કવોડના મેમ્બરો સાથે ધાક ધમકી કરી હતી. સ્કવોડના મેમ્બરોની ફરજમાં રૂકાવટ કરી બંને છાત્રોઅે અેકબીજાની મદદગારી કરતા બંને સામે ગુનો દર્જ કરાયો હતો. નોંધનીય છે કે, કુલદીપ સોઢા અગાઉ ત્રણેક વખત પરીક્ષામાં કોપી-ચોરી કરતા પકડાયો હતો પણ તેની સામે હજુ કોઇ ધાક બેસાડતી કાર્યવાહી ન થતા તેને પ્રોત્સાહન મળ્યું હતું અને ટીમના મેમ્બરો પર હુમલો કર્યો હતો. દાદાગીરી કરતા અને છરી બતાવી ધાકધમકી કરતા છાત્રોને સસ્પેન્શન સહિતની કાર્યવાહીનો ભોગ બનવાનો વારો અાવે ત્યારે જ અાવા બનાવો બનતા અટકી જાય અને પરીક્ષામાં કોપી કરતા પહેલા છાત્રો અેક વખત વિચારે.

અન્ય સમાચારો પણ છે...