વિચિત્ર વનસ્પતિ:દેસલસરની જળકુંભી બાદ હમીરસરમાં દેખાઈ ‘ ફિલામેન્ટસ અલ્ગે’

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુજના હૃદયસમા તળાવમાં પ્રથમ વખત જ વિચિત્ર વનસ્પતિએ દેખા દેતા તરવૈયાઓ-તજજ્ઞો બન્યા ચિંતીત

હ્રદયસમા હમીરસર તળાવ માત્ર શોભા જ નહિ, પરંતુ ભુજના તારુઓ માટે પ્રિય સ્થળ પણ છે. પાંચ દાયકા કરતા વધુ સમયથી પાવડી પરથી છલાંગ મારી આખું તળાવ તરી જાય તેવા શહેરીજનોએ પણ પ્રથમ વખત વિચિત્ર વનસ્પતિ જોઈ અને તેનો વ્યાપ જોખમી રીતે વધતા સંસ્થાને સાથે રાખી મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારીઓને બોલાવી તપાસ ભુજકરાવી હતી.

તળાવની મોટા ભાગની જળ રાશિમાં ફેલાતા નિષ્ણાતો સ્થળ પર ધસી ગયા
ભુજના હમીરસર તળાવમાં ગત વર્ષા ઋતુ બાદ આવેલા જળ આજે ત્રીજા ભાગમાં સંગ્રહાયેલું છે. એક વર્ષ અગાઉ સરોવર તદ્દન ખાલી થઈ જતાં એકપણ માછલી જીવિત ન રહેતા આ વર્ષની શરૂમાં જ માછલીઓ નાખી હતી, પરંતુ સંખ્યા અને સાઇઝ વધી નહિ. તો બીજી તરફ છેલ્લા એકાદ મહિનાથી કૃષ્ણાજી પુલ તરફના છીછરા પાણીમાં એક નવીન પ્રકારની વનસ્પતિ ઊગી નીકળી છે. જેને માછલી પણ નથી ખાતી. તે હવે પાવડી તરફ પ્રસરી છે. જે પાણીના તરવા જનારના પગમાં ફસાઈ ગયાના બનાવ બનતા ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય એરીડ કોમ્યુનિટી સંસ્થાનો સંપર્ક કરી સ્થળ પર વનસ્પતિ બાબતે તપાસ કરી હતી.  ‘ ફિલામેન્ટસ અલ્ગે’  નામની આ વનસ્પતિ સૂર્ય પ્રકાશમાં બહુ ઝડપથી ફેલાય છે. તેનો નાશ કઈ રીતે કરવો તે બાબતે મત્સ્ય ઉદ્યોગ વિભાગના વડા મહેશભાઈ દાફડાને બોલાવતા તેમણે નાશ કરવા પોઈઝન આવે છે, પણ તે તળાવમાં જોખમી બની શકે. જળચરો મરી જાય માટે તેના બદલે જાણકાર મજૂરો દ્વારા સાધનથી કાઢી શકાય તેવો મત્ત વ્યક્ત કર્યો હતો. અને આ ઉપરાંત માછલી તળાવમાં ઉછેરી પાણી શુધ્ધ રાખી શકાય તેવું જણાવ્યું હતું. સંસ્થાએ તાત્કાલિક બંને કામ કરવા તૈયારી બતાવી હતી.

પાંસઠ વર્ષમાં પહેલીવાર આ વનસ્પતિ જોઈ
હમીરસર તળાવમાં 1965 થી તરવા જતા ભુજ નગરપાલિકાના પૂર્વ ઉપનગરપતિ અને સમાજસેવી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે કહ્યું હતું કે, મેં મારી જિંદગીમાં આવી વનસ્પતિ નથી જોઈ. મગર, મોટા માછલાં કે લીલ જોઈ છે, પણ આ જોખમી વનસ્પતિ નથી જોઈ. તળાવની એકબાજુથી બીજી બાજુ પ્રસરી ગયેલી ફિલામેન્ટસ અલ્ગે પગમાં ફસાઈ જાય તો માણસનો ભોગ લે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

ભીમ અગિયારશના રૂહુ, કટ્ટલા અને મ્રીગલ પ્રકારની માછલી નખાશે
મત્સ્ય વિભાગ દ્વારા આ વનસ્પતિ ફરીથી ન થાય અને પાણી પણ શુદ્ધ બને તે માટે  રૂહુ, કટ્ટલા અને મ્રીગલ પ્રકારની માછલી તળાવમાં ઉછેરી શકાય તેવું જણાવતા એરિડ કોમ્યુનિટી સંસ્થા અને પાવડી ગ્રૂપે તમામ ખર્ચ ઉપાડવાની જવાબદારી સાથે તાત્કાલિક આ માછલી ઉપલબ્ધ કરાવવા કહ્યું હતું. મંગળવાર ભીમ અગિયારશના દિવસે પરંપરાગત રીતે ઉજવાતા જળદિનના 15 હજાર જેટલી માછલી હમીરસર તળાવમાં મુકાશે.

અન્ય સમાચારો પણ છે...