જ્યાં જ્યા વસે ગુજરાતી,ત્યાં સદાકાળ ગુજરાત.લંડનમાં લાખોની સંખ્યામાં ગુજરાતીઓની સાથે 10 થી 15 હજાર જેટલા કચ્છીઓ રહે છે ત્યારે આગામી પાંચમી તારીખે લંડનમાં સ્થાનિક ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં 8 કચ્છીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે જેને લઈને કચ્છમાં વસતા સ્વજનોમાં પણ ઉત્સાહનો સંચાર થવા પામ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,લંડનમાં કાઉન્સિલની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં મૂળ કચ્છના અને હાલે લંડનમાં વસતા જયંતિ પટેલ (કેરાઈ, કેરા), સુનીતા હિરાણી,નિતેશ હિરાણી( કેન્ટન ઈસ્ટ),કાંતિ રાબડિયા (કેન્ટન વેસ્ટ), મનજીભાઈ કારા ( વેલ્ડસ્ટોન દક્ષિણ) ચેતના હાલાઈ (કેન્ટન ઈસ્ટ),સમીર સુમરિયા (કેન્ટન પૂર્વ),નરેશ ગોથડિયા (વેલ્ડસ્ટોન સાઉથ) સહિતના ચૂંટણી લડી રહ્યા છે.ચૂંટણીને લઈને લંડનમાં વસતા કચ્છીઓમાં ઉત્સાહનો સંચાર થવા પામ્યો છે.કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ચૂંટણી લડતા કચ્છી ઉમેદવારોને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
દરમ્યાન અહીંની સરકારના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સોમવારે કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર - કેન્ટન, હેરોની મુલાકાત લીધી હતી.તેઓ પ્રથમ વખત મંદિરમાં આવ્યા હતા. જ્યાં ઉપસ્થિત આગેવાનો દ્વારા મંદિરમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.અદભૂત સાડીમાં સજ્જ ગૃહ સચિવે મંદિરના મધ્યસ્થ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરી હતી તેમણે આ તકે ચર્ચા કરી ચૂંટણીમાં લોકો મહત્તમ મતદાન માટે એ માટે પણ અનુરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.