બેઠકોનો દોર:જિલ્લા પંચાયતમાં પંદરમાં નાણાપંચની ગ્રાન્ટના ખર્ચમાં અંતે સદસ્યોનો હાથ ઉપર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી અધિકારીઅોઅે સૂચવેલા વિકાસ કામો લેવાનો હઠાગ્રહ ન ચાલ્યો
  • ​​​​​​​પ્રમુખ અને કારોબારી ચેરમેનનો અધિકારીઅો સાથે ચાલ્યો બેઠકોનો દોર

જિલ્લા પંચાયતમાં ગુરુવારે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વહીવટી અધિકારીઅોઅે સૂચવેલા નહીં. પરંતુ, ચૂંટાયેલા સદસ્યોઅે સૂચવેલા કામો જ લેવા પ્રમુખ અને કારોબારી ચેરમેનનો અધિકારીઅો સાથે બેઠકોનો દોર ચાલ્યો હતો, જેમાં અંતે સદસ્યોનો હાથ ઉપર રહ્યો છે.કેન્દ્ર સરકારે 15માં નાણાપંચ દ્વારા પહેલી વખત ગ્રામ પંચાયત ઉપરાંત તાલુકા પંચાયતને 20 ટકા અને જિલ્લા પંચાયતને 10 ગ્રાન્ટ ફાળવી છે. પરંતુ, કયા વિકાસ કામો હાથ ધરવાની અેની માર્ગદર્શિકા પણ તૈયાર કરી છે.

જોકે, વહીવટી અધિકારીઅોઅે તેમણે સૂચવેલા કામોને 9મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં બહાલી અાપવાનો તખતો ગોઠવ્યો હતો. જોકે, ચૂંટાયેલા સદસ્યોઅે વિરોધ કરીને વહીવટી અધિકારીઅોના મનસુબા ઉપર પાણી ફેરવી દીધું હતું, જેથી સામાન્ય સભામાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોને બહાલી મળી ન હતી અને સામાન્ય સભા જ 18મી તારીખ ઉપર મુલત્વી રાખવાની નોબત અાવી હતી. જે સ્થિતિ માટે પ્રમુખ સહિતના પદાધિકારીઅોની અણઅાવડત સ્પષ્ટ થઈ ગઈ હતી.

16મી સપ્ટેમ્બર ગુરુવારે પ્રમુખ અને કારોબારી ચેરમેને સદસ્યોઅે સૂચવેલા વિકાસ કામોને કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સમાવવા વહીવટી અધિકારીઅો સાથે બેઠકોનો દોર ચાલુ રાખ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખના સચિવ સ્થાને હોય છે. પરંતુ, અત્યાર સુધી પ્રમુખ ડી.ડી.અો. સાહેબ, ડી.ડી.અો. સાહેબ કહીને અેમને પોતાની ચેમ્બરમાં બોલાવવાને બદલે પોતે ડી.ડી.અો.ની ચેમ્બરમાં ધસી જતા હતા, જેથી પ્રમુખ ડી.ડી.અો.ના પ્રભાવમાં હોય અેવી છાપ ઉપસી હતી, જેમાં ગુરુવારે સુધારો જોવા મળ્યો હતો અને ડી.ડી.અો. જિલ્લા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં જોવા મળ્યા હતા. માત્ર પ્રેઝન્ટેશન દ્વારા સમજવાના કામો પૂરતા જ જિલ્લા વિકાસ અધિકારીને ચેમ્બરમાં પ્રમુખે કદમ માંડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...