તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:કચ્છમાં મહા બુધવારે 60 હજારની જગ્યાએ માત્ર 18758 ડોઝથી ફિયાસ્કો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રસીકરણની રામાયણ : યે દિલ માંગે ‘નો મોર’
  • જિલ્લામાં પ્રથમ ડોઝ કુલ 10 લાખ 22 હજાર 371 અપાયા

કચ્છમાં કોરોના સામે રક્ષણ અાપતી રસીનું મંગળવારે સુપર મેગા ડ્રાઈવનું અાયોજન કરાયું હતું, જેમાં 60 હજારના લક્ષ્યાંક સામે વિક્રમી 48 હજાર 197 વ્યક્તિને ડોઝ અપાયા હતા, જેથી લોકોના ઉત્સાહને ધ્યાને રાખી મહા બુધવાર યે દિલ માંગે મોર સુપર મેગા ડ્રાઈવનું અાયોજન કરાયું હતું. પરંતુ, લોકોઅે દિલ માંગે 'નો મોર' કહીને માત્ર 18 હજાર 758 વ્યક્તિઅે જ ડોઝ લીધા હતા. અામ, ફિયાસ્કો થયો હતો.

જિલ્લામાં મંગળવારની જેમ જ બુધવારે પણ 400થી વધુ રસીકરણ સ્થળો પર સમગ્ર દિવસ દરમિયાન રસીકરણ અભિયાન ચાલ્યું હતું, જેમાં પ્રથમ અને બીજા ડોઝ અપાયા હતા. જોકે, લોકોઅે મંગળવાર જેવો ઉત્સાહ બતાવ્યો હતો અેવો બુધવારે ધસારો જોવા મળ્યો ન હતો કે પછી જિલ્લા અારોગ્ય તંત્ર વ્યવસ્થા ગોઠવવામાં નબળું પડ્યું હતું. જે હોય તે પણ માત્ર 18758 ડોઝ જ અપાયા હતા. જે સાથે કચ્છમાં અત્યાર સુધી પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 1022371 ઉપર પહોંચી ગઈ છે.

તાલુકા મુજબ રસીકરણ
તાલુકોબુધવારે ડોઝહજુ સુધી
--પ્રથમ ડોઝ
}અબડાસા86946142
}અંજાર2964131929
}ભચાઉ143274237
}ભુજ4000216080
}ગાંધીધામ2491195314
}લખપત70025304
}માંડવી1338105205
}મુન્દ્રા147394420
}નખત્રાણા197166921
}રાપર152066819
કુલ187581022371
અન્ય સમાચારો પણ છે...