તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન પર કોરોનાનું ગ્રહણ:અખાત્રીજે લગ્નો માટે વણજોયું મુહૂર્ત હોવા છતા કોરોના મહામારીના પગલે કચ્છ જિલ્લમાં યોજાયા જૂજ લગ્ન

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખપતથી આડેસર સુધી અખાત્રીજના યોજાતા હજારો લગ્નો પર કોરોનાએ ગ્રહણ લગાડ્યું

કોરોના મહામારીની અસર જનમાનસ સાથે વર્ષોની પરંપરા ઉપર પણ પડી રહી છે. ગત વર્ષે કોરોના લોકડાઉનના કારણે અખાત્રીજના દિવસે યોજાતા હજારો લગ્નો નહોતા યોજાઈ શક્યા, જે આ વર્ષે પણ કોરોનાકાળના પ્રતાપે અસર પામ્યા છે.

પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત તાલુકાથી વાગડના આડેસર વિસ્તાર સુધી અક્ષયતૃતીયા પ્રસંગે, વણજોયા મુહૂર્તે યોજાતા હજારો લગ્નોની વર્ષો જૂની લગ્ન પરંપરા કોરોનાના કારણે તૂટી જવા પામી છે. અને સતત બીજા વર્ષે લગ્ન પ્રસંગો પર તેની ઘેરી અસર પડવા પામી છે.

મુખ્યત્વે પાટીદાર સમાજમાં અખાત્રીજના શુભદિને ખાનગી અને સમૂહ લગ્નો મારફત મોટી સંખ્યામાં ઉત્સાહભેર વર કન્યાના વિવાહ સંપન્ન થતા હોય છે. આ લગ્નોમાં ખાસ મુંબઇ વસતાં લોકો માદરે વતન લગ્ન અવસરે જોડાવા આવી પહોંચતા. નાના ગામડાથી લઈ તાલુકા મથક સુધી તેની રોનક દેખાતી. મંડપ, લાઈટ ડેકોરેશન, ફોટો વીડિયો ગ્રાફર અને બજારમાં લોકોની ખરીદી દ્વારા અનેકને ગ્રાહકી રહેતી. જેની કમી આ વર્ષે પણ સમગ્ર કચ્છ પંથકમાં વર્તાઈ રહી છે.

આજના દિવસે લખપત તાલુકાના દયાપર ઘડુલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટક લગ્નો લેવાયા હતા. સેંકડો વિવાહના સ્થાને અંદાજિત તાલુકામાં માત્ર 35 થી 40 લગ્નોજ યોજાયા હતાં. જેમાં લગ્ન દરમ્યાન સરકારની ગાઈડલાઈનનું પાલન ચકાસવા દયાપર પોલીસ દ્વારા દરેક માંડવે તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈજ શોર શરાબા વગર ધાર્મિક વિધિ સાથે યોજાતા લગ્ન પ્રસંગે ઉપસ્થિત લોકોને પોલીસ દ્વારા કોરોનાના નિયમો પાળવા સમજ પણ અપાઈ હતી. દયાપર પીએસઆઇ અંકુશ ગેલોત સ્ટાફ સાથે લગ્ને લગ્ને ફરી કોરોના માર્ગદર્શિકાની ચકાસણી કરી હોવાનું ભરતભાઈ ત્રિપાઠીએ જણાવ્યું હતું. બીજી તરફ ભુજ, મુન્દ્રા અને અંજાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટક સંખ્યામાં લગ્નો સદગીસભર રીતે યોજાયા હોવાનું જાણવા મળ્યુ હતું.

કચ્છમાં સૌથી વધુ જ્યાં આજના દિવસે વિવાહ ઉત્સવ યોજાતા એવા વાગડ પંથકમાં કોરોનાકાળની અસર વ્યાપકપણે જોવા મળી રહી છે. રાપરના ગાગોદર, પ્લસવા, સુવઈ , ઘણીથર, રામવાવ સહિતના અનેક ગામોમાં નામ માત્રના લગ્નો યોજાયા છે. તો ભચાઉ તાલુકાના વોન્ધ, શિકારપુર, આધોઇ, કંઠકોટ, લખપત, સિકરા, આંબરડી, ભચાઉ સહિતના ગામોમાં પણ સ્થપાયેલા લગ્નો સંપન્ન થયા હતા.

ખાસ કરીને એકલા ભચાઉ તાલુકામાં એક હજાર જેટલા લગ્નો આજના દિવસે લેવાતા તેના સ્થાને 10 ટકા જેટલા લગ્નોજ પાર પડ્યા હતા. ખાસ કરીને પાટીદાર સમાજની બહુમતી ધરાવતા વોન્ધ ગામે અખાત્રીજના બે ત્રણ દિવસ પૂર્વજ માત્ર 20 25 જેટલા લગ્ન સંપન્ન લેવાઈ ગયા હતા. જે મુખ્યત્વે અખાત્રીજના દિવસે પરણતાં સમાજની વર્ષો જૂનો પરંપરા આજે તૂટી જવા પામી હતી. એવું વોન્ધ ગામના તાલુકા પંચાયત સદસ્ય દેવરાજ ખીમજી પટેલે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...