તડકામાં ડેમેજનો ભય:રેલવે દ્વારા બુસ્ટ વેગન રેક ન ફાળવાતા બેન્ટોનાઇટ જથ્થાને નુકસાનની ભીતિ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કુકમા રેલવે સ્ટેશન પર રેકના અભાવે આવી રીતે બેન્ટોનાઇટનો જથ્થો ઘણા દિવસથી પડેલો છે. - Divya Bhaskar
કુકમા રેલવે સ્ટેશન પર રેકના અભાવે આવી રીતે બેન્ટોનાઇટનો જથ્થો ઘણા દિવસથી પડેલો છે.
  • 15થી 20 દિવસ સુધી બેગ પ્લેટફોર્મ પર પડી રહેતી હોવાથી તડકામાં ડેમેજનો ભય
  • રેક ન ફાળવાતા માલ સપ્લાય કરવા 2 જ માસ : વરસાદમાં ટ્રાન્સપોર્ટેશન અશક્ય

બેન્ટોનાઇટ પાવડરનું મોટાભાગે ઉત્પાદન કચ્છ જિલ્લામાં થાય છે જેની માંગ પણ વધારે છે. બેન્ટોનાઇટના પાવડરને બેગમાં પેકિંગ કરી બુસ્ટ વેગન મારફતે ટ્રાન્સપોર્ટેશન કરાય છે. રેલવે તંત્ર દ્વારા બુસ્ટ વેગનની ઉપલબ્ધતા અોછી હોવાને કારણે અન્યને ફાળવી દેવામાં અાવે છે જેના લીધે કચ્છમાંથી સપ્લાય અટકી પડયું છે. 15થી 20 દિવસ સુધી માલ પ્લેટફોર્મ પર પડયો રહેતો હોવાથી તડકા અને ઝાકળીયા વાતાવરણમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

બેન્ટોનાઇટ પાવડર જમ્બો બેગમાં રેલવે દ્વારા ટ્રાન્સપોર્ટેશન કરાય છે જે ફક્ત બુસ્ટ વેગનમાં જ થઇ શકે છે પણ રેલવેમાં અા વેગન અોછી હોવાને કારણે બેન્ટોનાઇટ પરીવહન અટકી પડયું છે. હાલમાં મહિના સુધી જથ્થો પ્લેટફોર્મ પર પડયો રહેતો હોવાથી બેગ ડેમેજ થવાનો ભય રહે છે.

હવે બેન્ટોનાઇટ સપ્લાય કરવા માટે માત્ર બે માસ જેટલો સમય જ વધ્યો છે, કેમ કે વરસાદની સીઝનમાં બેન્ટોનાઇટ પાવડર સપ્લાય કરવું અશક્ય છે. અામ રેક બંધ હોવાને કારણે જથ્થો સપ્લાય થઇ શકતો નથી તેમજ ફેકટરીઅોમાં સ્ટોક અેકત્ર થઇ ગયો હોવાથી નવો માલ રાખવા માટે જગ્યા રહેતી નથી, જેના લીધે નાછૂટકે અોર્ડર બંધ કરી ફેકટરી બંધ કરવાની ફરજ પડતી હોય છે.

ફેકટરી બંધ રહેવાને કારણે નાના કર્મચારીઅો બેકાર થઇ જાય તેમ છે. કોરોના કાળ બાદ માંડ ઉભા થયેલા બેન્ટોનાઇટ ઉદ્યોગને ફરીથી ટ્રેનની રેકની સમસ્યા નડી રહી છે જેના હલ માટે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઅાત કરી રેલવે મંત્રીને ભલામણ કરવા વિનંતી કચ્છના બેન્ટોનાઇટ અેસો. પ્રમુખ તરફથી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...