કોન્ટ્રાક્ટ:હરતા ફરતા 18 પશુ મોબાઇલ દવાખાના બંધ થાય એવી ભીતિ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 30મી મેના પૂરા થતા 11 માસના કોન્ટ્રાક્ટને રિન્યૂનો ઓર્ડર બાકી

કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષથી 11 માસના કોન્ટ્રાક્ટથી એક પછી એક 18 હરતા ફરતા પશુ મોબાઈલ દવાખાના કાર્યરત કરાયા છે. પરંતુ, 30મી મેના પૂરા થતા કોન્ટ્રાક્ટ રિન્યૂનો ઓર્ડર 29મી મે સુધી થયો નથી, જેથી કચ્છમાં એકસાથે 18 હરતા ફરતા પશુ મોબાઈલ દવાખાના બંધ થાય એવી નોબત આવી છે. એક સમયે દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લાની માનવ કરતા દુધાળા પશુઓ વધુ ધરાવતા પ્રદેશ તરીકે ગણતરી થતી હતી. અરે એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન પણ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં હતા. આમ પશુપાલન ક્ષેત્રે કચ્છે આગવી ઓળખ ઊભી કરી હતી. જે ઓળખ પુન: મજબૂત કરવા પ્રયાસ થઈ રહ્યા છે, જેમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા કચ્છ જિલ્લામાં કોન્ટ્રાક્ટ બેઝથી 18 હરતા ફરતા પશુ મોબાઈલ દવાખાના કાર્યરત કરાયા છે. જે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. પરંતુ, દર વર્ષે 30મી મેના 11 માસના અંતે રિન્યૂ થતો કોન્ટ્રાક્ટ 29મી મે સુધી રિન્યૂ કરાયો નથી, જેથી એકસાથે 18 હરતા ફરતા પશુ મોબાઈલ દવાખાના બંધ થશે કે શું એવી અટકળો થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...