બોગસ આરસી બુકનો ધુમ વેપલો:આરસી બુકની બોગસ પ્રિન્ટ મુદ્દે ભુજ RTOમાં પણ અમદાવાદવાળી થવાની દહેશત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના શખ્સે જૂની બાઇક ખરીદી કરી પણ બોગસ આર.સી. બુક ધપેડી દેવાઇ
  • કચ્છના વાહન માલિકો માટે ચેતવણી સમાન કિસ્સો

સેકેન્ડ હેન્ડ વાહન ખરીદતા લોકોને ચોરીના તેમજ ફાયનાન્સની ચડત હોય તેવા વાહનો ધપેડી દેવા માટે બોગસ અાર.સી. બુક પ્રિન્ટ કરાવાય છે, તો અમુક કિસ્સામાં અાર.સી. બુક ગિરવે મુકી હોય ત્યારે પણ બોગસ અાર.સી. કાર્ડ પ્રિન્ટ કરાવી લેવાય છે. અમદાવાદના શખ્સે જૂની બાઇક ખરીદી કરી પણ બોગસ અાર.સી. બુક અને ચોરીનું વાહન ધપેડી દેવાતા અેક શખ્સને પોલીસે ઉઠાવ્યો હતો, અેવા કિસ્સાઅો ભુજમાં બને તેવી શક્યતા સેવાઇ રહી છે.

અાર.ટી.અો.માં અેજન્ટની કામગીરી કરતા અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા યુવકે બોગસ અાર. સી. બુક છાપવાનું કારખાનું શરૂ કર્યું હોય તેમ 2500થી 3000 રૂપિયા લઇ અાર.સી. બુક હાથોહાથ અાપી દેવાય છે. વાહનનું અાર.સી. કાર્ડ ખોવાઇ ગયું હોય કે પછી અન્ય પાસે ગીરવે પડયું હોય તો અાર.સી. ડિસ્કલેઇમરની વિગતના અાધારે બોગસ કાર્ડ બનાવી અપાય છે.

અમદાવાદમાં અેક યુવકે બાઇક ખરીદી કરી હતી જેના કાગળો અાર.ટી.અો.માં લઇ જઇ નામ ટ્રાન્સફર કરવા કાગળો અાપ્યા ત્યારે ધ્યાને અાવ્યું કે ખરેખર અા વાહન કઇ અન્યના નામે બોલે છે અને કાગળોમાં કોઇ અન્ય નામ લખાયેલું છે, જેથી વાહન જેની પાસે ખરીદ્યું હતું તેને બોલાવી પુછપરછ હાથ ધરી પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઇ હતી. અામ, કચ્છમાં પણ ચોરીના વાહનો કે બેંકમાં મોરગેજ હોય તેવા વાહનોની અાર.સી. બુક બનાવી અાપવામાં અાવતી હોવાથી લોકો છેતરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

અારસી કાર્ડ ખોવાઇ જાય તો પ્રોસેસ પુર્ણ કરવી પડે
અાર.સી. બુક ખોવાઇ ગઇ હોય તો સોગંદનામું કરી તેમજ પોલીસ રિપોર્ટ કઢાવી બંને અાધારે અાર.ટી.અો.માં અોનલાઇન અપલોડ કરી ફી ભરવી પડે છે, બાદમાં ડુપ્લીકેટ અાર.સી. બુક ઘરે પોસ્ટમાં અાવે છે. જો કે લાંબી પ્રોસેસ કરવી ન પડે તે માટે 2500 રૂપિયા લઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતો યુવક પ્રિન્ટ કાઢી અાપે છે.

બોગસ હેવી લાયસન્સની ગેરપ્રવૃત્તિમાં પણ મુખ્ય ભૂમિકા
જે-તે સમયે અાર.ટી.અો.માં હજારો બોગસ હેવી લાયસન્સ ઇસ્યુ થઇ ગયા છે, ત્યારે અાર.ટી.અો. કર્મચારી-અધિકારીઅોના અાઇ.ડી. પાસવર્ડ ચોરી કરી હેવી લાયસન્સ ઇસ્યુ કરવામાં અા યુવકની મુખ્ય ભૂમિકા હતી.

અન્ય સમાચારો પણ છે...