અકસ્માતનો ભય:ભચાઉ તાલુકાની પંચાયતોની મતગણતરીનું મથક ધોરીમાર્ગ નજીક હોવાથી અકસ્માતનો ભય

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરીમાર્ગ નજીકના આઈટીઆઈ કેન્દ્ર ખાતે હજારો લોકોની ભીડ ઉમટી
  • તંત્ર દ્વારા ભીડને હાઈવેથી દૂર કરવામાં આવે એવી લોકોની માંગ

કચ્છ જિલ્લામાં ઠંડીના માહોલ વચ્ચે તમામ 10 તાલુકા મથકોએ મતગણતરીનો ધમધમાટ શરૂ થયો છે. દરેક સ્થળે ગ્રામજનો ઉત્સાહભેર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ત્યારે ભચાઉ તાલુકાની ગ્રામ પંચાયતની ચુંટણી માટેની મતગણતરી ભચાઉ-વોન્ધ વચ્ચેના આઈટીઆઈ કેન્દ્ર ખાતે ચાલી રહી છે. જે તદ્દન રાષ્ટ્રીય ધોરીમાર્ગની નજીક છે જ્યાં હાલ મોટી સંખ્યામાં વિવિધ ગામના લોકો ઉમટી પડ્યા છે. સલામતીની દ્રષ્ટિએ તે અતિ જોખમી હોવાનો મત જાગૃત નાગરિકો દર્શાવી રહ્યા છે. જો કોઈ ચાલક વાહન પર કાબુ ગુમાવી બેસે તો અકસ્માત સર્જાઈ શકે છે. જેથી સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા ભીડને હાઈવેથી દૂર કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે.

દરમિયાન કચ્છ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતગણતરી ચાલી રહી છે. જેમાં રાપર તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ ખાતે ચાલી રહી છે. જ્યાં વલ્લભપુર ગામની મત પેટી કોઈ કારણોસર ખુલવા ના પામતા વહીવટી તંત્રના કર્મચારીઓ દુવિધામાં મુકાઈ ગયા હતા અને ભારે જહેમત બાદ પાના-પક્કડ વડે પેટી ખુલવા પામી હતી.

ભુજના છછી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત બિન હરીફ, વોર્ડ 7માં ચૂંટણી થતાં ટાઈ થઈ હતી. કુલ108 નું મતદાન 1 નોટા 1રદ અને બન્ને ઉમેદવાર ને 53-53મત મળતા ચિઠ્ઠી નાખી ડ્રો પધ્ધતિથી સલેમામધ ઉઠાર વિજેતા જાહેર કરાયા, સામે પક્ષ રમજાન અલી ગજણ પરાજય જાહેર કરવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...