વાહન ચાલકો પરેશાન:સામખીયાળી-રાધનપુર ધોરીમાર્ગ પરના ગાગોગર ઓવરબ્રિજ પર પોપડા ખરી પડતા વાહનચાલકોમાં ભય

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરીમાર્ગ પર અનેક ઠેકાણે ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન

કચ્છને ઉત્તર ગુજરાત સાથે જોડતા સામખીયાળી રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર આવતા ગાગોદર પાસેનો ઓવરબ્રિજ બે દાયકેજ જર્જરિત બની રહ્યો છે. સર્વીસ રોડ તરફના બ્રિજની દીવાલોમાં પોપડા ખરી રહ્યા છે. જે ક્યારેક પસાર થતા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો આ માર્ગમાં અનેક ઠેકાણે ખાડાઓ પડી જતા વાહનચાલકો હાલાકી ભોગબી રહ્યાનું સામે આવું છે. કેન્દ્ર સરકાર દ્વારા 2003ના સમયગાળામાં બનેલો 4 માર્ગીય હાઇવે બે દાયકેજ તેની નબળી કામગીરી દર્શાવી રહ્યો છે. જેને લઈ તે ભવિષ્યમાં ઘાતક નીવડે તે પહેલાં સંબધિત તંત્ર દ્વારા સ્તવરે સમારકામ હાથ ધરાય એવી લોક માંગ ઉઠી છે.

ગાગોદરના દિલીપ પંચાલના જણાવ્યા અનુસાર, ગામના ઓવરબ્રિજની સાઈડની દિવાલોમાં હાલ પોપડા ખરી પડતા જર્જરિત જોવા મળી રહ્યો છે. દૈનિક હજારોની સંખ્યમાં નાના મોટા વાહનો અહીંથી પસાર થતા રહે છે. ત્યારે મહત્વના આ બ્રિજ પર તાકીદે પેચવર્ક હાથ ધરવું જોઈએ. બીજી તરફ નજીકના સર્વિસ રોડ તરફના માર્ગે પણ બાવળની ઝાડી વ્યાપકપણે ઊગી નીકળી છે જે લોકોને આવાગમન પર અસર પહોંચાડી રહી છે. અલબત્ત આ બ્રિજનું તંત્ર દ્વારા યોગ્ય રિપેરિંગ કરવામાં આવે એવું લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...