તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડો કારણભૂત:ત્રિપલ તલાક કેસમાં મિલકત મુદ્દે પિતા-પુત્રનો ઝઘડો કારણભૂત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણિતાના સંતાનો પણ છિનવી લેવા પાછળ સસરાનો મતલબ
  • પુત્રને લાલચ અાપી મિલકત પોતાના નામે કરાવી લેવાની ફિરાકમાં

કચ્છમાં સાૈપ્રથમ વખત ભુજમાં નોંધાયેલી ત્રિપલ તલાકની મેટરમાં મિકલતનો ઝઘડો કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. પિતા મસ્કતમાં કમાઇને પુત્રના નામે મિકલત લેતા અાવ્યા પણ પુત્ર જુગારના રવાળે હતો અે વચ્ચે પ્રેમસબંધમાં પડયો હતો. પત્નીને તલાક અાપવાનું વિચાર્યું પણ બાદમાં પિતાઅે મિલકત પોતાના નામે કરાવી લેવાની લ્હાયમાં પુત્રની તમામ વાતો માનતો અાવ્યો અને પરિણિતા પાસેથી તેના સંતાનો પણ છિનવી લીધા.

અાંતરીક સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, અબ્દુલકાદર મેમણ સામે તેની પત્નીઅે ત્રિપલ તલાક સબંધી કાયદા અંગે ફોજદારી નોંધાવી હતી. અારોપી પતિ કાંઇ કામધંધો કરતો ન હતો પણ પિતા હાજીઅબ્દુલ્લા મેમણ મસ્કતમાં નોકરી કરતા હોઇ તેના પૈસે લીરાલેર કરતો હતો, બાદમાં જુગારના રવાળે ચડયો હતો. બે વર્ષથી અન્ય પરિણિતા સાથે પ્રેમસબંધ થતા તેના સાથે નિકાહ કરવાનું વિચાર્યું હતું. સમગ્ર વાતની પિતાને જાણ થતા પુત્રના નામે કરાવેલી મિલકતો પોતાના નામે કરવાની ફિરાકમાં પુત્રની તમામ વાત માનતો અાવ્યો હતો.

બીજા લગ્ન કરાવી દીધા, ફરિયાદીને તરછોડી ઘરમાંથી બહાર કાઢી નાખી, ઇદના કપડા સિવડાવાના નામે છોકરા છિનવી લીધા હતા. ફરિયાદીઅે જીવન નિર્વાહ માટે પૈસા અાપવાની વાત કરીતો પિતા અને પતિ બંને ના પાડી હતી અને અંતે ત્રણ તલાક સબંધે ફરિયાદ નોંધાવાની ફરજ પડી હતી. મહિલા પોલીસે ગુનો નોંધાયા બાદ તપાસ શરૂ કરી હતી, જો કે અારોપીની હજુ ધરપકડ કરાઇ નથી. અારોપી પતિ અને તેનો પિતા મસ્કત ફરાર થઇ જવાની ફિરાકમાં હોવાનું પણ અાંતરીક સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...