તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ તાલુકાના ખાવડા ખાતેના હારૂનવાંઢમાં દિવાળીના સપરમા દિવસે ગૌચર જમીન પર ભેસના વાળા બનાવવા મુદે કાકાઇ મામાઇ ભાઇઓમાં તિક્ષ્ણ હથિયારોથી ખુનની હોળી ખેલાઇ હતી જેમાં પિતા-પુત્રનું સ્થળ પર મોત નિપજ્યું હતું જ્યારે સામે પક્ષના ત્રણ જણાઓને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી જ્યારે ત્રણ આરોપીઓ નાસી છુટ્યા હતા. પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.હારૂનવાંઢમાં બાજુ બાજુમાં રહેતા કાકાઇ મામાઇ ભાઇઓ સાતથી આઠ જણા સામ સામે આવી ગયા હતા.
જેમાં ભીલાલ ઈસ્માઈલ સમા અને ઈશાક ભીલાલ સમા નામના પિતા-પુત્રને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેમનું સ્થળ પર મોત નિપજ્યું હતું જ્યારે સામે પક્ષ દાઉદ જુમાર સમા, હકીમ રાયબ સમા અને સોહેબ રાયબ સમા નામના ઇસમો ગંભીર ઇજાઓ થતાં પ્રથમ સારવાર ખાવડા સીએચસી બાદમાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હમીદ અબ્દ્રીમ, જુસબ દાઉદ અને રાયબ જુમા નામના આરોપીઓ નાસી ગયાં છે. પરિસ્થિતી વધુ ન વણશે તે માટે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર તૈનાત કરાઇ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ધોરડોના બંદોબસ્ત બાદ હત્યાથી પોલીસની દોડધામ
ધોરડોમાં રણઉત્સવને પગલે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિતના વિવિઆઇપીઓની મુલાકાત થકી પોલીસ બંદોબસ્તમાં રોકાઇ હતી. અને હજુ માંડ બંદોબસ્તમાંથી પોલીસે નિરાંતનો શ્વાસ લીધો ત્યા ખાવડાના હારૂનવાંઢમાં ગૌચર જમીન પર વાડા મુદે હિંસક બનાવમાં બે જણાના મોત થતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.
ખાવડામાં ખાણ અને જમીન લોહિયાળ
ખાવડાના જુણા ખામે ગેરકાયદે રેતી ચોરી મામલે ખાવડા પોલીસ પર જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં અત્યાર સુધી 63 જેટલા આરોપીઓ પકડાયા છે. જમીન મુદે અવાર નવાર માર મારીના બનાવો બને છે ત્યારે દિવાળીના દિવસે ગૌચર જમીન પર દબાણ મુદે ખાવડાના હારૂનવાંડમાં લોહિ રેળાયું છે.
આરોપીને પકડવા ડુંગરાળ વિસ્તારમાં પોલીસનું કોંબિંગ
પિતા પુત્રીની હત્યા નીપજાવીને હારૂનવાંઢના ડુંગરાળ વિસ્તારમાં નાસી જુટેલા ત્રણ આરોપીને ઝડપી લેવા પોલીસે સઘન કોંબિંગ હાથ ધર્યું છે. પોલીસની અલગ અલગ ટીમો આરોપીને શોધવા ખાવડા સહિતનો અાજુબાજુનો સીમાળો ફેંદી રહ્યા છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.