તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કચ્છના સમાખીયાળી પાસે માર્ગ અકસ્માતમાં પિતા-પુત્રનું મૃત્યુ, જમાઈ ગંભીર હાલતમાં સારવાર હેઠળ

ભુજ3 મહિનો પહેલા
  • અકસ્માતગ્રસ્તોને કારમાંથી બહાર કાઢતા અડધો કલાકનો સમય લાગ્યો

ભચાઉ સમાખીયાળી વચ્ચેના ધીરીમાર્ગ પર આજે રવિવારના બપોરે 2 વાગ્યે ઇકો કાર ના. MH.43, AT 6749 વાળી સંભવિત આગળ જતાં કોઈ વાહન સાથે અથડાવાથી ડિવાઈડર પર ચડી જવાથી જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિમાંથી 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે ગંભીર રૂપથી ઘાયલ એક વ્યક્તિને વધુ સારવાર માટે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ મુંબઈથી માદરે વતન આવેલા પટેલ પરિવારના પિતા પુત્રનું આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જ્યારે તેમના જમાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભચાઉ તાલુકાના શિકારપુર ગામથી નીકળેલા મેઘજીભાઈ ચૌધરી(પટેલ) ઉવ. 70 અને તેમના પુત્ર વિનોદ ચૌધરી તથા જમાઈ સાથે ભચાઉ તરફ ઇકો કાર મારફત આવી રહ્યા હતા ત્યારે સમાખીયાળી આરટીઓ ચેકપોસ્ટ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને પિતા પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા મેઘજીભાઈના જમાઈને ભારે ઇજા પહોંચતા ગંભીર હાલતમાં ગાંધીધામ ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

બનાવ બપોરે બે વાગ્યે સમાખીયાળી ભચાઉ વચ્ચેના ધોરીમાર્ગ પર બન્યો હતો. અકસ્માતની ભયાનકતાનું એક વ્યક્તિએ જણાવ્યુ હતુ કે લગભગ અડધો કલાકથી વધારે સમય હતભાગીઓનો કારમાંથી બહાર નીકાળતાં લાગ્યો હતો. જેના બાદ તુરંત 108 મારફત ભચાઉ સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે બંને પિતા પુત્રને મૃત ઘોષિત જાહેર કર્યા હતા. સમાખીયાળી પોલીસે કાયદેસરની કાર્યવાહી દ્વારા ધરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...