તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડબલ મર્ડર:ખાવડાના હુસૈનવાંઢમાં ગૌચરના વાડા મુદ્દે પિતા-પુત્રની હત્યા, સામા પક્ષે 3 ઈજાગ્રસ્ત અને 3 ફરાર

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છની SOG, LCB અને સ્થાનિક પોલીસે ફરાર આરોપીઓને પકડાવા તજવીજ હાથ ધરી

કચ્છના સરહદી વિસ્તાર ખાવડામાં જમીનની અદાવતમાં લોહી રેડાયું છે. ખાવડાના નાના દિનારા પાસેના હુસૈનવાંઢમાં જમીનના ઝઘડામાં બે લોકોની હત્યા થઈ છે. ગૌચરની જમીનમાં વાડા બનાવવા મામલે લોહીયાળ જંગ ખેલાયો હતો. એકસાથે 6 એક લોકોએ હુમલો કર્યા હતો અને પિતા-પુત્રની ઘાતકી હત્યા થઈ હતી. અથડામણમાં સામા પક્ષે 3 લોકોને ઈજા થઈ હતી. જ્યારે 3 ફરાર થઈ ગયા હતા.

એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી ફરિયાદની તજવીજ હાથ ધરી છે. ખૂની હુમલામાં માર્યા ગયેલા પિતા-પુત્રને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હત્યા કરી 3 આરોપી નાસી છૂટ્યા
હુસૈનવાંઢના ભીલાલ ઈસ્માઈલ સમા અને તેમના પુત્ર ઈશાક ભીલાલ સમાની ગૌચરના વાડા બનાવવા મામલે હુમલા થયો હતો. બંને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંનેના મૃતદેહોને ખાવડા ખાવડા સીએસસી ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામા પક્ષે ત્રણ લોકો ઘવાયા હતા. તેમને પહેલા ખાવડા સીએસસી અને ત્યાંથી રીફર કરીને ભુજની જી કે જનરલ હોસ્પિટલ સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો