તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાનો પ્રયાસ:કચ્છના અંજારમાં દુષ્કર્મની ફરિયાદનું મનદુઃખ રાખી પિતા-પુત્રએ એક યુવક પર હુમલો કર્યો

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા હોસ્પિટલમાં દાખલ

પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વર્ષામેડી ગામે દુષ્કર્મ અંગે થયેલી પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી પિતા પુત્રએ બે વ્યક્તિ ઉપર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનને ગંભીર હાલતમાં દવાખાને દાખલ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ છે.

અંજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ અનુસાર અંજાર તાલુકાના વર્ષામેડી ગામે રહેતા આરોપી મયુરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ જાડેજાએ ગામના દરબારગઢ વાસ ખાતે ગત રાત્રિના 9 વાગ્યે ફરિયાદી ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ જાડેજાને જમણા હાથની આંગળીમાં અને તેમના ભત્રીજા જીતેન્દ્રસિંહ જાડેજાને પેટ તથા છાતીના ભાગે છરીના ઘા મારી ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી નાસી ગયા હતા. ઉજાગ્રસ્ત ઘાયલ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

હુમલાખોર આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ , મદદગારી અને જાહેરનામના ભંગ બદલ વિવિધ કલમોતળે અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...