હુમલો:નાની ખાખરમાં યુવાન પર બે શખ્સનો છરીથી જીવલેણ હુમલો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મસ્કામાં પીજીવીસીએલના કર્મચારીને શખ્સે લોખંડનો પાઇપ ફટકારી બાઇકમાં કરી તોડ ફોડ

માંડવી તાલુકાના મસ્કા પીજીવીસીએલના કર્મચારી લોખંડના પાઇપથી અને નાની ખાખર માં મજુરને બે શખ્સે છરીના ઘા મારીને તેમજ અબડાસા તાલુકાના ધનાવાડા ગામે વૃધ્ધને તેના ભત્રીજા અને તેની પત્નીપુત્રીએ લોખંડના સળિયાથી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. માંડવી અને કોઠારા પોલીસે બે મહિલા સહિત 6 લોકો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

નાની ખાખર ગામે રહેતા અને મજુરી કામ કરતા પ્રદિપકુમાર થાવરભાઇ મોથારીયાએ ગામના રાજેશ વિનેશજી મોથારીયા અને નીલેશ મુળજીભાઇ મોથારીયા વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ આરોપીઓ બન્ને જણા દારૂ પીને કામે આવે છે. તેવી વાત તેઓના પિતાને કરી હોવાનું મનદુખ રાખીને બન્ને આરોપીઓએ ફરિયાદીને છરીના બે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. તો, માંડવીના મસ્કા ગામ સહિતના વિસ્તારમાં વીજીવીસીએલ તરફથી કામ કરતા કર્મચારી નીલેશકુમાર ભગવાનજી પ્રજાપતિ ને મસ્કા ગામના નીરવ જયેશભાઇ મોતાએ કહયું હતું કે હજુ સુધી તુ મારા ઘરે બંધ પડેલી લાઇટનું કામ કરવા કેમ નથી આવ્યો તેમ કહીને મસ્કાની બજારમાં ગાળો આપી લોખંડના પાઇપથી માર મારીને ફરિયાદીની મોટર સાયકલમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માંડવી પોલીસે બન્ને બનાવોની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો, ધનાવાડા ગામે સયુક્તમાં બનતા નવા મકાનમાં બારી નાની કરવાના વિવાદ મુદે 75 વર્ષીય શીવજીભાઇ લક્ષ્મીદાસ ભાનુશાલીને તેમના ભત્રીજા નારણભાઇ પરસોતમભાઇ ભાનુશાલી અને તેમના પત્નિએ માર માર્યો હતો, તો, ભત્રીજાની દિકરીએ લોખંડનો સળિયો કપાડના ભાગે મારી ત્રણેયે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં કોઠારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધ તપાસ હાથ ધરી છે.

ઘનાવાડાની મારામારીના કેસમાં પ્રતિ ફરિયાદ
અબડાસા તાલુકાના ધનાવાડા ગામે નવા મકાનમાં બારીના વિવાદમાં કોઠારા પોલીસ મથકમાં પ્રતિ ફરિયાદ નોંધાવાઇ છે. મંગળવારે શીવજીભાઇ ભાનુશાલીએ ભત્રીજા અને તેની પત્ની તેમજ પુત્રી સામે ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસમાં નારાણભાઇ ભાનુશાલીના પત્ની તારાબેનએ પ્રતિ ફરિયાદ નોંધાવી છે. જેમાં શીવજીભાઇ લક્ષ્મીદાસ ભાનુશાલીએ મકાનની બારી બાબતે ઝઘડો કરીને ફરિયાદી મહિલાને લોખંડના પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...