તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કબુતરના વેપારની હરીફાઇમાં ત્રણ શખ્સનો જીવલેણ હુમલો, ભુજ તાલુકા પંચાયતના પટાવાળા પર ધારિયાનો ઉંધો ઘા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજમાં સફેદ કબુતર વેચવાના ધંધાની હરીફાઇમાં ભુજ તાલુકા પંચાયત કચેરીમાં પટાવાડા તરીકે ફરજ બજાવતા આધેડને ત્રણ શખ્સોએ પૈકી બે જણાઓએ એકએ માથા પર ધારીયાનો ઉધો ધા મારી ઇજા પહોંચાડતા એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ વિરૂધ ઇજાગ્રસ્તના પુત્રએ ગુનો નોંધાવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આશાપુરા મંદિર પાછળ સેજવાળા માતમ વિસ્તારમાં રહેતા અફઝલ ઇબ્રાહિમ જત (ઉ.વ.22)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પિતા ઇબ્રાહિમ સીધીક જત ભુજ તાલુકા પંચાયત કચેરીમાં સરકારી પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે છે તેમજ સફેદ કબુતર પારેવા વેચવાનો છ માસ અગાઉ વેપાર કરતા હતા. ગુરૂવારે સાંજે પોણા આઠ વાગ્યે ફરિયાદી યુવક અને તેના પિતા તેમજ તેમના મિત્ર ત્રણેય જણાઓ પોતાની કારથી હોસ્પિટલ રોડ જવા નીકળ્યા હતા. ત્યારે કારમાં હવાભરાવાની હોઇ ક્રિષ્ના પેટ્રોલીયમની સામે કાર ઉભી રાખીને હવાભરાવા માટે ફરિયાદીના પિતા નીચે ઉતર્યા હતા.

દરમિયાન સોહીલ દાઉદ ચાનીયા, સાજીદ દાઉદ ચાનીયા અને આશીફ જમાદાર નામના ત્રણ શખ્સો બોલેટ પર આવ્યા હતા. અને ફરિયાદીના પિતાને સાજીદ ચાનીયા અને આશીફે પકડી રાખીને સોહિલે ફરિયાદીના પિતાના માથા પર ધારીયાનો ઉધો ઘા મારી પાડી દિધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો