નિયુક્તિ:કૃષિ અનુસંધાન પરિષદની રાષ્ટ્રીય સમિતિમાં કચ્છના કૃષિકાર નિમાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય કૃષિમંત્રી દ્વારા ગ્રામીણ હિતોના પ્રતિનિધિ તરીકે મનોજ સોલંકીની નિયુક્તિ

ભારતમાં કૃષિ ક્ષેત્રે રિસર્ચ ડેવલોપમેન્ટ, શિક્ષણ અને પોલોસી ઘડતર માટે કાર્ય કરતી ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઈસીએઆર) ની રાષ્ટ્રીય સમિતિના સભ્ય તરીકે કચ્છના પ્રાકૃતિક ખેતીના ખેડૂત કાર્યકર મનોજભાઇ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ ત્રંણ વર્ષ (વર્ષ 2024) સુધી આ પદ પર રહેશે.

તાજેતરમાં ભારત સરકારના કૃષિમંત્રી નરેન્દ્ર્સિંહ તોમર દ્વારા સમિતિના ગ્રામીણ હિતોના પ્રતિનિધિ તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિયુક્તિ કચ્છના ખેડૂતો અને પ્રકૃતિ માટે સતત કામ કરતા લોકોએ કરેલા કામોના ફળ સમાન છે. ઉચ્ચ કક્ષાની સંસ્થામાં કચ્છને જ્યારે પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે આ જિલ્લાની ખેતીનો અવાજ કેન્દ્ર સ્તરે પહોચશે.

આ વરણી કચ્છના લોકોને ગૌરવ આપનારી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ સોલંકી 2001 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના માધ્યમથી અને વ્યક્તિગત રીતે 5000થી પણ વધારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે માર્ગદર્શન આપી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...