વિરોધ:દૂધઇ સબ બ્રાન્ચ કેનાલ મુદ્દે લાભાર્થી ગામોના ખેડૂતો લડી લેવાના મુડમાં

મોખાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેંગારપરમાં બેઠક યોજાઈ : સમસ્યા હલ નહીં થાય તો ટ્રેક્ટર રેલી કઢાશે

દુધઇ સબ બ્રાન્ચ કેનાલ બાદ પાઇપલાઇન મારફતે પાણી આપવાના સરકારના નિર્ણય સામે આ વિસ્તારના ખેડૂતોમાં વિરોધ ઉઠ્યો છે. જેની આગામી સમયમાં વિવિધ સ્તરે રજૂઆત કરવા ખેંગારપરમાં બેઠક બોલાવવામાં આવી હતી.

ભારતીય કિસાન સંઘ દ્વારા દૂધઇ સબ બ્રાન્ચ કેનાલ દ્વારા પાઇપલાઈન મારફતે નહિ ખુલ્લી કેનાલ મારફતે પાણી આપવામાં આવે તે બાબતે યોજાયેલી બેઠકમાં આગામી દિવસોમાં સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય નહિ લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાઇ હતી. જેના અનુસંધાને આજે ખેંગારપરના રવેચી મંદિર ખાતે કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ આહીર, તાલુકા પંચાયતના સદસ્ય અનિલભાઈ આહીર તેમજ કિસાન સંઘના હોદ્દેદારો સહિત સરહદી વિસ્તારના અને કમાન એરિયામાં આવતા જવાહરનગર, ધરમપર, ખેંગારપર, ઉમેદપર, વાત્રા, લોડાઈ, કેશવનગર, ધ્રંગ, કોટાય, કુનરીયા, ઢોરી, સુમરાસર અને લોરીયા વગેરે ગામોના લોકો એકઠા થયા હતા.

જેમાં ખેડૂતો દ્વારા સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. જેમાં તા. 19/4 ના મુખ્યમંત્રીને જિલ્લા કલેકટર મારફતે બપોરે 12 વાગ્યે આવેદનપત્ર આપીને તા:27 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવશે. જેમાં ખેડૂતો દ્વારા રુદ્રાણી થી ભુજ કલેકટર ઓફીસ સુધી ટ્રેકટર રેલી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...