તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત પરેશાન:પશ્ચિમ કચ્છના ખેડૂતોએ પાક બચાવવા ટેન્કર દ્વારા ખેતરમાં પિયત કરી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો પાણી માટે કરી રહ્યા છે આજીજી

ચાલુ વર્ષે મેઘરાજાએ રિસામણા કરતાં , જગત નો તાત , રાત દિવસ એક કરીને પોતાના પાકને બચાવવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે.

નખત્રાણા તાલુકાના ભીટારા ગામના ખેડૂત અગ્રણી કૈલાશ ભાઇ રાજગોરે જણાવ્યું હતું કે, આ વિસ્તાર માં મોટા ભાગે વરસાદ આધારિત ખેતીની સાથે પિયત ખેતી દ્વારા પાક લેવામાં આવે છે.

આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદના પહેલા રાઉન્ડમાં નોંધપાત્ર વરસાદ થતાં મગફળી, એરંડા, મગ ,તલ તેમજ અન્ય વિવિધ પાકોની વાવણી કરવામાં આવી હતી. પણ ત્યારબાદ મેઘરાજા એ જાણે કે મોઢું ફેરવી લીધું હોય તેમ વરસાદનો બીજો રાઉન્ડ સમયસર ન આવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. શુકાઈ રહેલા પાકને જીવતદાન આપવા માટે હવે અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પિયતની વ્યવસ્થા ધરાવતા ખેડૂતો પોતાના બોર લાઈન મારફતે પાણી આપી રહ્યા છે.પરંતુ જે ખેડૂતો પાસે પિયત કે સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા નથી, તેવા કપિયત વિસ્તારો માં અન્ય ખેડૂતો પાસેથી પાણી વેચાતું લઈને અને નજીકના અંતરેથી પાણીની વ્યવસ્થા કરીને , મુરઝાઈ રહેલા પાકને બચાવી લેવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.જો કે તેમને પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે પાકનો અમુક ભાગ આપવો પડે છે એવું નાના આંગિયાના બાદલભાઈ જોશીએ જણાવ્યું હતું.

એક ખેડૂત પાસે પોતાના પાકને સિંચાઇ માટે પાણીની કોઈ વ્યવસ્થા નથી.માત્ર મેઘરાજાના ભરોસે મગફળીનું વાવતેર કયુ છે. પરંતુ વરસાદ ન થતાં, મગફળીના પાકમાં સુકારો લાગતાં , કોઈ પણ હિસાબે પોતાના પાકને બચાવી લેવા માટે હંગામી રૂપે ટેન્કરથી પાણીની વ્યવસ્થા કરીને પોતાના પાકને જીવતદાન આપવા માટેના મરણિયા અને આખરી પ્રયાસો કરી રહ્યા છે. મોંઘુ ટેન્કર ભાડું તેમજ આસમાનને આંબતા ડીઝલના ભાવ , મોંઘુ બિયારણ, મોંઘી મજૂરી વચ્ચે કોઈ પણ પ્રકારે પાક ને બચાવવા માટે ખેડૂતો પોતાના પ્રયાસો કરી રહ્યા છે.અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે , છેલ્લા થોડા સમયથી થઇ રહેલા વરસાદના કારણે આ વર્ષે પણ સારો વરસાદ થશે તેવી આશાએ ,અન્ય ખેડૂત પાસેથી જમા પેટે, ખેતર ભાડે લઈને ખેતી કરીને પરિવારનું ભરણ પોષણ કરવા ભાડા પેઠે જમીન લઈને ખેતી કરી હતી.બિયારણના મોંઘા ખર્ચ માટે, ઘરના સોનાના દર દાગીના વેચીને બિયારણ લઈને ખેતી કરેલ .પણ કુદરતે સાથ ન આપતા , પાક સુકાઈ જતા માથે હાથ દેવાનો વારો આવ્યો છે. આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થવાની સાથે ઘર દેવાના ડુંગર નીચે દબાઈ ગયુ છે.તો કેટલાક ખેડૂતોએ પાક થશે ત્યારે બિયારણના પૈસા આપીશું તેવી બોલીએ બિયારણની ઉધારમાં ખરીદી કરી છે.જો વરસાદ નહીં થાય તો બિયારણના પૈસાની ચુકવણી કરવા માટેજ પુંજી રૂપે દાગીના વેચવાની ના છૂટકે ફરજ પડશે તેવા વિચાર માત્ર ખેડૂતોને કંપાવી ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...