તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક:નારાયણ સરોવર વિસ્તારમાં ખેડૂતો પાક ઉતારવામાં વ્યસ્ત બન્યા

નારાયણસરોવર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચોમાસામાં ફટકા બાદ સારા શિયાળુ પાકની આશા

નારાયણસરોવર વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે મગફળીને મોટું નુક્સાન થયું છે પણ જ્યાં પાક તૈયાર થયો છે ત્યાં તેને ઉતારવા માટે ખેડૂતો વ્યસ્ત બન્યા છે. ચોમાસામાં મોટો આર્થિક ફટકો ખમ્યા બાદ હવે શિયાળુ ઉત્પાદન સારૂં રહેશે તેવી કિસાનોને આશા છે.

મગફળીનો પાક લેનારા મોટા ભાગના ખેડૂતોને સારૂં વળતર મળવાના બદલે માત્ર ખર્ચા નીકળે તેટલું ઉત્પાદન થયું હતું તો કેટલાકને તો નાણા તોડવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ તલ અને ગોવારનો પાક લીધો હતો તેવા ધરતીપુત્રોને સારા ભાવ મળી રહ્યા છે. આમ ક્યાંક નફો તો ક્યાંક નુક્સાન થયું હોવાનું ચિત્ર સપાટીએ આવ્યું છે. સારો પાક થયો છે તેવા ખેતરોમાં શ્રમિકોનો ધમધમાટ જોવા મળે છે. સારા ચોમાસાથી ડેમો, તળાવો ભરાયેલા હોતાં હવે કિસાનો શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો