તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:નર્મદાના નીર મેળવવા ખેડૂતોને માગણા પત્રક ભરવા હાકલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા નિગમના નિવૃત્ત ઇજનેરે માર્ગદર્શન આપ્યું

વરસાદ ખેંચાતા ખરીફ પાકોને બચાવવા નર્મદામાં ઉપલબ્ધ જથ્થામાંથી વિવિધ વિસ્તારમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે કચ્છને પણ 1000 ક્યુસેક પાણી 22મી ઓગસ્ટથી પુરું પાડવામાં આવી રહ્યું છે. ખેડૂતોના માગણા પત્રક મુજબ પાણીની ફાળવણી કરાતી હોવાથી કચ્છના કિસાનોને આ બાબતે માર્ગદર્શન અપાયું હતું. આ માટે યોજાયેલી બેઠકમાં જે તે ગામના આગેવાનોએ માગણા પત્રક ભરવાની જવાબદારી સ્વીકારી હતી.

દરમિયાન કચ્છને સિંચાઇના પાણી પૂરું પાડતી કેનાલ પર નાનો પમ્પ શરૂ થઇ જતાં ભચાઉ અને અંજાર તાલુકાના ખેડૂતોને તેનો લાભ મળતાં ખરીફ પાકને જીવતદાન મળવાના ઉજળા સંજોગો સર્જાયા છે. નર્મદા નિગમના મુખ્ય ઇજનેર રાવે કચ્છના તમામ ખેડુતો માંગણા પત્રકો ભરી આપે તેવું સુચન કરતાં નિગમના નિવૃત્ત ઇજનેર છગનભાઇ પરડવાએ ભચાઉથી વરસામેડી વચ્ચે આવતા 10 ગામોના આગેવાનો સાથે બેઠક યોજીને માંગણા પત્રકો ભરવા સમજ આપી હતી.

ભચાઉ તેમજ તાલુકાના ચપોડવા, લુણવા, સુખપર, અંજાર તાલુકાના ટપ્પર, લાખાપર, ભીમાસર, અજાપર, વરસામેડી, પશુડા, ખારા પસવાડીયા અને મીઠા પસવાડિયા ગામોના અગ્રણીઓએ માંગણા પત્રકો ભરાવવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન પીએસ 3 પર એક નાનો પમ્પ ચાલુ થઈ જતાં ઉપરોક્ત ગામોને બે દિવસમાં પાણી મળતા થઈ જશે અને ખરીફ પાકોને જીવતદાન મળશે તેમ નિવૃત્ત એન્જિનિયરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...