તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક કિસાનોની મુખ્યમંત્રીને રજૂઆત:વાંઢિયા વિસ્તારમાં નર્મદા કેનાલની મરંમત ન થતાં ખેડૂતો સિંચાઇથી વંચિત

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સબ બ્રાન્ચનું સમારકામ થાય તો ભચાઉ તાલુકાને લાભ મળે
 • સ્થાનિક કિસાનોએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

ભચાઉ તાલુકાના વાંઢિયાની સબ બ્રાન્ચ કેનાલ, પેટા કેનાલનું સમારકામ ન થતાં ખેડૂતોને સિંચાઇનો લાભ મળતો નથી. જો આ કેનાલ શરૂ થાય તો ભચાઉ તાલુકાની જમીનને પિયત માટે પાણી મળી શકે તેમ હોઇ સત્વરે મરંમત કામગીરી પૂર્ણ કરવા માગ ઉઠી છે.

વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલ અને તેની પેટા નહેરોનું કામ પૂર્ણ કરાય તો ભચાઉ તાલુકાની હજારો એકર જમીનને સિંચાઇનો લાભ મળી શકે તેમ છે. નર્મદા નિગમ અને નેશનલ હાઇવેની સંબંધિત કચેરીઓના સંકલનના અભાવે કે, ફરજમાં બેદરકારી દાખવવાના કારણે સાંકળ 9.80 કિ.મી. પછી નેશનલ હાઇવે ક્રોસિંગના સ્ટ્રક્ચરનું બાંધકામ ન થતાં તેમજ હાઇવે પછી છાડવારા ગામના રે.સ.નં.825ની જમીન કેનાલ માટે સંપાદિત ન થતાં તેમજ અન્ય પેટા નહેરોના કામ વિવિધ કારણોસર પૂર્ણ ન થતાં કેનાલોના કામો અધુરા રહી ગયા છે. સત્વરે નહેરોનું સમારકામ પૂર્ણ કરવા સ્થાનિક ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

છાડવારામાં જમીન સંપાદનની કામગીરી ઘોંચમાં : નિગમ ખેડૂતોને અજાણ રાખતું હોવાનો આક્ષેપ
છાડવારામાં સ.નં.825 વાળી જે જમીન સંપાદિત કરાઇ છે તેના ત્રણ ભાગ પડી ગયા છે અને ત્રણેયના માલિક અલગ છે. કયા ભાગમાંથી કોની કેટલી જમીન કપાતમાં જાય છે તેની સાચી હકીકત નર્મદા નિગમ તરફથી અપાતી નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્રણ એવોર્ડ જાહેર થયા છે પરંતુ આ ત્રણ પૈકી 2 એવોર્ડમાં જેમના નામનો ઉલ્લેખ છે તેવા ખેડૂતોની જમીનમાંથી કેનાલ પસાર થતી હોય તેવું જણાતું નથી, જેથી જમીન સંપાદનની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તેવા કોઇ જ સંજોગો હાલની સ્થિતિએ જણાતા નથી.

નહેરોના સમારકામની ગુણવત્તા સામે ઉઠતા સવાલ
મોટાભાગની નહેરોનું સમારકામ બાકી છે તેવામાં જે કેનાલોનું કામ પૂર્ણ કરાયું છે તેમાં પણ ગુણવત્તાયુક્ત કામ ન થતાં અતિવૃષ્ટિમાં મોટાપાયે નુકસાન થયું છે. ફરીથી સમારકામ નિયત ધારાધોરણ મુજબ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો