તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:નૂતન વર્ષ પહેલાં પાક ઘરે પહોંચાડવા માટે નખત્રાણા પંથકમાં દિવાળીએ પણ ખેડૂતો ખેતરમાં

નાના અંગિયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 60 ટકા માલ તૈયાર, વેચાણ માટે વેપારીઓની રાહમાં

નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળીના સપરમા દિવસે પણ જગતનો તાત તહેવારોની ઉજવણીને બદલે પોતાના ખેતરોમાં કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યો હતો.ચાલુ વર્ષે શ્રીકાર વરસાદને કારણે ખેતીમાં ક્યાંક સારો તો ક્યાંક મધ્યમ પાકનો ઉતારો આવ્યા બાદ દિવાળી પહેલા ઉપજ વેચાય તો તેમાંથી મળતી રકમમાંથી દિવાળી રંગેચંગે ઉજવવાનું સ્વપ્ન ખેડૂતો અને તેમના સંતાનો માટે દિવાસ્વપ્ન બની રહ્યા છે. હાલના સમયમાં માત્ર 40 ટકા જેટલા કિસાનોના માંડ સોદા થયા છે. બાકીના 60 ટકાનો તૈયાર માલ, તેમના ખેતરમાં વેચાણ માટે વેપારીઓની રાહમાં છે.

આ અંગે નરેડી ગામના ખેડૂત રમેશ કુંવટે જણાવ્યું હતું કે, હાલમાં માત્ર 1800 થી 2000 રૂપિયામાં પણ માંડ માંડ સોદા થાય છે. અને ઘણા બધા ખેડૂતોના હજી સોદા પણ થયા નથી.સોદા થયા નથી તેવા લોકો દિવાળી અને નૂતન વર્ષના દિવસે આનંદ માણવાના બદલે પોતાના ઘેર પાક પહોંચાડવામાં જ વ્યસ્ત બની રહેશે. અતિવૃષ્ટિના માર બાદ થોડું ઘણું બચેલો પાક ઘરે પહોંચતું કરવા માટે ખેડૂતો દિવાળીના દિવસોએ પણ ખેતરોમાં જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો