તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:કચ્છમાં વિષમ હવામાનની સ્થિતિ, ભુજ રાજ્યમાં બીજા ક્રમે ગરમ અને નલિયા ઠંડીમાં પ્રથમ ક્રમે

ભુજ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
શેરડીનો રસ પીવા માટે લોકોની લાંબી કતારો લાગી - Divya Bhaskar
શેરડીનો રસ પીવા માટે લોકોની લાંબી કતારો લાગી
 • શિયાળાની વિદાય પહેલા બપોરે ગરમી પડવાથી લોકોની ઠંડપીણાં પીવા માટે લાંબી કતારો લાગી
 • મિક્સ વાતાવરણને કારણે લોકોને સવારે જેકેટ તો બપોરે તડકાથી બચવા ટોપી પહેરવી પડે છે

કચ્છમાં હાલ વિસમ હવામાનનો અનુભવ લોકો કરી રહ્યા છે. શિયાળાની વિદાય પહેલાજ અહીંયા ગરમીનો પારો 33.4 ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો. તેવા સમયે ગરમી અનુભવતા લોકો એક તરફ નારિયેળ પાણી , શેરડીનો રસ વગેરે જેવા ઠંડપીણાંનો આશરો લઈ રહ્યા છે, તો બીજી તરફ સવાર- સાંજ સમયાંતરે ગુલાબી ઠંડી પણ પડી રહી છે તેની વચ્ચે લોકો હજુ પણ ધાબળાઓ સહિતની ગરમ વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે.

કચ્છમાં ઠંડીથી બચવા માટે લોકો હજૂ પણ ધાબળાઓ ખરીદી રહ્યા છે
કચ્છમાં ઠંડીથી બચવા માટે લોકો હજૂ પણ ધાબળાઓ ખરીદી રહ્યા છે

લોકો હજૂપણ ધાબળાઓની ખરીદી કરે છે
ઉત્તરપ્રદેશના જિહાનબાદથી ભુજમાં ગરમ વસ્તુઓનું વેચાણ કરતા ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે, અત્યારે ગરમીની શરૂઆત તો થઇ રહી છે પરંતુ વિષમ વાતાવરણને કારણે સવારે અહીંયા ખૂબ જ ઠંડી પડી રહી છે. જેના કારણે તેમની વસ્તુઓના વેચાણમાં પણ વધારો થઇ રહ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો હજૂ પણ ધાબળાઓ ખરીદી રહ્યા છે જેથી તે પણ રોકાઈ ગયા છે. તો બીજી બાજૂ ભુજમાં ગરમીનો પારો કેટલીકવાર 33 ડીગ્રીને આંબી જાય છે, જેથી નવા બસ સ્ટેશન નજીક શેરડીના રસના વેચાણમાં અચાનક રોનક આવી ગઈ છે. તો તેની સાથો સાથ લોકો લારીમાંથી નારિયેળ પાણી માટે પણ લાઈનોમાં ઊભા રહ્યા હતા.

લોકોએ ગરમીથી બચવામાટે નારિયેળ પાણી પાવાનું પસંદ કર્યું
લોકોએ ગરમીથી બચવામાટે નારિયેળ પાણી પાવાનું પસંદ કર્યું

સવારે જેકેટ તો બપોરે તડકાથી બચવા ટોપી પહેરવી પડે છેઃ ગ્રાહક
ગરમીના આગમન સાથે જ લોકો શેરડીનો રસ પિતા જોવા મળી રહ્યા છે. તેવામાં આ જગ્યાની મુલાકાત લેતા ત્યાંના મનોજભાઈ લોચા નામના ગ્રાહકે શેરડીના રસ પીતા પીતા જણાવ્યું હતું કે, સવારે ઠંડીના કારણે તેમણે ઘરેથી જેકેટ પહેરીને નીકળવું પડે છે, પરંતુ બપોર થતાની સાથે જ અહીંયા ગરમીનો પારો વધી જતા તડકાથી બચવા માટે તેમણે ટોપી અને ચશ્માં પહેરવાની નોબત આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો