એકસ્ટ્રા બસોનું સંચાલન:કચ્છથી બહાર જતી એસટી બસોનું બુકીંગ ફૂલ થતા નિગમ દ્વારા વધારાની બસો દોડાવાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસમાં દોઢ કરોડથી વધુ રૂપિયાનું એડવાન્સ બુકીંગ થયું

દેશના સૌથી મોટા તહેવાર દિવાળી પર્વની સાથે સપરમાં દિવસોની ઉજવણી પૂર્વે કચ્છમાંથી બહાર જતી તમામ એસટી બસોનું એડવાન્સ બુકીંગ ફૂલ થઈ જવા પામ્યું છે. ખાનગી, સરકારી અને શ્રમજીવી પરિવારો મોટી સંખ્યામાં વતનભણી યથા વ્યવસ્થા સાથે નીકળી રહ્યા છે. ખાસ કરીને ખાનગી ટ્રાવેલ્સ અને વાહનો દ્વારા હાલ તહેવારનો લાભ લઇ બમણાથી પણ વધુ ભાડા વસુલાઈ રહ્યાની બૂમ વચ્ચે લોકોનો ઘસારો એસટી બસ તરફ વિશેષ રહેવા પામ્યો છે. જેના કારણે હાલ તમામ બસોનું બુકીંગ ફૂલ થઈ જવા પામ્યું છે.

કચ્છના એસટી વિભાગના નિયામક વાય કે પટેલે જણાવ્યું હતું કે હાલ તહેવારોને લઈ કચ્છ થી બહાર જવા માટે મોટો વર્ગ એસટી બસોનો ઉપયોગ કરી રહ્યા છે. મજૂર વર્ગ પણ હવે ઓન લાઈન ટિકિટ બુક કરાવી રહ્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા ભુજ, ભચાઉ અને માંડવી ડેપો ખાતે વધારાની બસો દોડાવવા માટેની વ્યવસ્થા હાથ ધરાઈ છે. જે રૂટની બસોનું એડવાન્સ બુકીંગ ફૂલ થઈ ગયું હોય તેવા સ્થળોએ ટ્રાફિક જણાતા બસો રૂટમાં ઉમેરાશે. કોઈ ગ્રુપના 50 સભ્યો એક સાથે બહાર જવા માંગતા હશે તો તેમને પણ સ્પેશિયલ બસની ફાળવણી કરવામાં આવશે. દિવાળીના દિવસોને લઈ એક સપ્તાહમાં દોઢ કરોડ રૂપિયા જેવી રકમ ઓન લાઈન બુકીંગ દ્વારા વિભાગને થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...