તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Extensive Damage To Sugarcane And Watermelon Crop Due To Scorching Heat In Abadsa Taluka, Water Returns In Hopes Of Good Crop

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:અબડાસા તાલુકામાં આકરી ગરમી પડતા શક્કરટેટી અને તરબૂચના પાકને વ્યાપક નુકસાન, સારા પાકની આશા પર પાણી ફરી વળ્યું

ભૂજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતોએ સરકાર સમક્ષ મદદની અપીલ કરી

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ગરમીના કારણે ખેડુતોને પાકમાં મોટું નુકસાન થયું છે. પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના કનકપર અને રવા વાડી વિસ્તારમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં શક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું હતું. જેમાં સારું ઉત્પાદન થાય તેવી ખેડૂતોને આશા હતી પરંતુ ગરમી અને ક્લાઇમેન્ટ ચેન્જના કારણે ખેડૂતોનો 90 ટકા પાક નિષ્ફળ ગયો છે અને બિયારણના પણ પૈસા નીકળી શકે તેમ નથી. જેથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

ગત વર્ષે કોરોનાના કારણે લોકડાઉન હોતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો હતો જ્યારે ચાલુ વર્ષે અસહ્ય તાપના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે તો ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકસાનીનું સર્વે કરી વળતર આપવાની માંગ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો